ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જુનાગઢ રેન્જ આઇ.જી. નિલેશ જાજડીયા અને જુનાગઢ ઇન્ચાર્જ એસ.પી ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક બી.સી. ઠકકર માર્ગદર્શન હેઠળ માણાવદર ઇ.ચા. પીઆઇ આર.એમ.વાળાને બાતમી મળતા એ.એસ.આઇ. વી.જે.સીસોદીયા, પો.હેડ.કોન્સ.સિધ્ધાંતભાઇ નિમાવત, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ કડછા, રામદેભાઇ જીવાભાઇ જોરા, રવિભાઇ ચુડાસમા સહિતના પોલીસ સ્ટાફે માણાવદર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રેડ કરતા જાહેરમાં ઘોડીપાસા નામનો પૈસાની હારજીતનો જુગાર ચાલતો હોવાની હકીકત આધારે આ જગ્યાએ રેઇડ કરતા 10 ઇસમો જુગાર રમતા પકડાયેલ જે તમામ પાસેથી રોકડ રૂ.1,08,880 તથા મોબાઇલ ફોન નંગ-8 કી.રૂ.36000 તથા ઘોડી પાસા નંગ-02 મળી કુલ કિ.રૂ.1,44,880 મુદામાલ સાથે આરોપીઓ રાહીલભાઇ રફીકભાઈ ગોરી, શૈલેષભાઇ ભીમાભાઇ ડાભી, ખીમાભાઇ કારાભાઇ રાઠોડ, દીપકભાઈ પોલાભાઇ ચુડાસમા, મેરામણભાઇ ઉકાભાઈ શામળા, લાખાભાઈ હાજાભાઇ ગરચર, મુસ્તાકભાઇ યુનુસભાઇ મીર, લાખાભાઈ વીરાભાઇ ગરચર, મોહનભાઇ તીરથભાઈ ખત્રી, ઇસ્માઇલભાઇ ખમીશાભાઇ સુમરા સામે માણાવદર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
માણાવદરમાં ઘોડી પાસાનો જાહેરમાં જુગાર રમતા 10 ઇસમો રૂ.1.44 લાખની મત્તા સાથે ઝડપાયા
