ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
વડાલ, ચોકી વચ્ચેના હાઇવે પર રાત્રીના સમયે ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ખાનગી ટ્રાવેલ્સની બસ પલ્ટી ખાઈ જતા 10 મુસાફરોને ઈજા થવાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -
આ અકસ્માતમાં પ્રિયંકાબેન જીતેન્દ્રભાઈ દવે નામના મુસાફરે જણાવ્યું કે, ગાંધીનગરથી ઉના, કોડીનાર જતી જીજે 01 એચટી 0059 નંબરની ખાનગી બસમાં બેસીને જઈ રહ્યા હતા તે વખતે જૂનાગઢ તાલુકાના વડાલ, ચોકી ગામ વચ્ચે ડ્રાઇવરે બસના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. જેમાં બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને બસના ઇમર્જન્સી એક્ઝિટ ડોરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે અકસ્માતથી કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ 10 મુસાફરોને ગંભીર ઇજાગ્રસ્ત થતા તમામને 108 એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.