મુસાફરોએ 10 કિમીથી વધુની મુસાફરીમાં ટિકિટના 3% વધુ ચૂકવવા પડશે
નવા વર્ષની શરૂઆત સાથે જઝ ભાડામાં વધારો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ૠજછઝઈ) દ્વારા નવા વર્ષ 2026ની શરૂઆત સાથે એસ.ટી. બસના ભાડામાં 3 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વધારો આજથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. ભાડા વધારાનો સીધો અસર રાજ્યભરના આશરે 27 લાખ દૈનિક મુસાફરો પર પડશે. ઉલ્લેખનીય છે કે અગાઉ 28 માર્ચ 2025ના રોજ 10 ટકા ભાડા વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ માત્ર 9 મહિનામાં બીજી વખત ભાડું વધારવામાં આવ્યું છે.
ૠજછઝઈના જણાવ્યા અનુસાર મુસાફરોને વધુ સારી અને આધુનિક સેવાઓ પૂરી પાડવાના હેતુસર આ નિર્ણય લેવાયો છે. જોકે નવા ભાડા વધારાને કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ બોજ વધ્યો હોવાનું માનવામાં આવે છે. લોકલ બસ મુસાફરો માટે થોડી રાહતરૂપ બાબત એ છે કે 9 કિલોમીટર સુધીની મુસાફરીમાં કોઈ ભાડા વધારો લાગુ કરવામાં આવ્યો નથી. જ્યારે 10થી 60 કિલોમીટર સુધીની મુસાફરી માટે માત્ર રૂ. 1નો વધારો કરવામાં આવ્યો છે, જેથી ટૂંકા અંતરની મુસાફરી કરનાર મુસાફરો પર અસર ઓછી રહેશે. નવા વર્ષે ભાડા વધારાની સાથે સુવિધાઓના વિસ્તરણનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ સામાન્ય મુસાફરો માટે આ વધારો મોંઘવારીની વધુ એક બોજ સમાન બન્યો છે.
એક વર્ષમાં 13 નવા બસ સ્ટેશન અને ડેપોના લોકાર્પણ કરાયા
હાલમાં એસ.ટી. નિગમ દૈનિક 8000થી વધુ બસો દ્વારા 32 લાખ કિલોમીટરથી વધુ અંતર કાપી 27 લાખ મુસાફરોને સેવા આપે છે. છેલ્લા 14 મહિનામાં ઇજ-6 પ્રકારની 1475 નવી બસો જોડાઈ છે તથા એક વર્ષમાં 13 નવા બસ સ્ટેશન અને ડેપોના લોકાર્પણ સાથે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં અદ્યતન બસપોર્ટ કાર્યરત બન્યા છે.
- Advertisement -
ટૂંક સમયમાં 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પરની ભરતી કરાશે
ૠજછઝઈ દ્વારા આગામી વર્ષ દરમિયાન સેવા વિસ્તરણ માટે મોટા આયોજન પણ હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ 2025-26 દરમિયાન 206 નવી બસો પ્રજાની સેવામાં જોડાશે. સાથે જ 2320 કંડક્ટરની નિમણૂક થઈ ચૂકી છે, જ્યારે ટૂંક સમયમાં 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પરની ભરતી કરવામાં આવશે.
રાજ્યભરમાં કુલ 7500 સ્માર્ટ E.T.M. મશીનો કાર્યરત કરાશે
ડિજિટલ સુવિધાઓ વધારવા માટે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગમાં 3000 સ્માર્ટ ઊ.ઝ.ખ. મશીનો કાર્યરત કરાયા છે. આવનારા સમયમાં રાજ્યભરમાં કુલ 7500 સ્માર્ટ ઊ.ઝ.ખ. મશીનો કાર્યરત કરવામાં આવશે, જેથી બસમાં જ ડિજિટલ પેમેન્ટ શક્ય બનશે.
રાજ્યવાર એસ.ટી. ભાડાનો દર (પ્રતિ કિ.મી.)
રાજ્ય લોકલ(કિ.મી.) એક્સપ્રેસ(કિ.મી.)
ગુજરાત રૂ.0.91 રૂ.0.97
મહારાષ્ટ્ર રૂ.1.67 રૂ.1.68
ઉત્તરપ્રદેશ રૂ.1.30 રૂ.1.64
મધ્યપ્રદેશ રૂ.1.25 રૂ.1.38
આંધ્રપ્રદેશ રૂ.1.02 રૂ.1.25
રાજસ્થાન રૂ.1.00 રૂ.1.10
અમદાવાદથી રાજકોટ-સુધારેલા ભાડાં
બસ જૂનું ભાડું નવું ભાડું વધારો
એક્સપ્રેસ રૂ.188 રૂ.194 રૂ.6
ગુર્જરનગરી રૂ.202 રૂ.209 રૂ.7
લક્ઝરી રૂ.230 રૂ.237 રૂ.7
એસી લક્ઝરી રૂ.380 રૂ.391 રૂ.11
વોલ્વો રૂ.546 રૂ.563 રૂ.17



