તમંચો અને જીવતા કરતીશ મળી આવતા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ચોટીલા નેશનલ હાઉસ પર સ્થાનિક પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગમાં હોય તેવા સમયે એક નંબર પ્લેટ વગરની ફોચ્ર્યુનર કારણે રોકી તેમાં તપાસ કરતા કારમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ કિંમત 2000/- રૂપિયા તથા જીવતા કારતૂસ નંગ પાંચ કિંમત 500/- રૂપિયાનો મળી આવ્યા હતા જેને લઇ કાર ચાલક પ્રદીપભાઈ અનકભાઇ કરપડા રહે: ચોટીલા વાળાને ઝડપી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
દસાડા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે મેરા ગામે રહેતા યાસીન ઇસ્માઇલભાઇ સંધી પોતાના કબ્જામાં ગેરકાયદે હથિયાર હોવા અંગેની બાતમીને આધારે પોલીસે આ શખ્સના રહેણાક સ્થળે દરોડો કરી હાથ બનાવટની સિંગલ બેરલ મજાર લોડ બંધુક કિંમત 3000/- રૂપિયા સાથે યાસીન ઇસ્માઇલભાઇ સંધીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.