ઉત્તર કોરિયા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી જમીનની અંદર કરવામાં આવેલા ન્યૂક્લિયર મિસાઇલ ટેસ્ટથી ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, ચીન અને જાપાનમાં લાખો લોકો રેડિએશનથી પ્રભાવિત થઇ શકે છે. સિઓલ સ્થિત એક માનવાધિકાર સંગઠનએ મંગળવારના એક રિપોર્ટ જાહેર કરીને આ સાર્વજનિક કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે. ન્યૂક્લિયર ટેસ્ટથી જમીનની અંદર રહેલા પીવાના પાણીનું રેડીએશનનું સ્તર કેટલાય ગણું વધઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને દક્ષિણ કોરિયાની સરકારના અનુસાર, ઉત્તર કોરિયાએ વર્ષ 2006થી 2007ની વચ્ચે ઉત્તરી હામયોંગ વિસ્તારના પહાડોમાં 6 વાર ન્યૂક્લિયર ટેસ્ટ કર્યો હતા.
હવે ટ્રાંજિશ્નલ જસ્ટિસ વર્કિગ ગ્રુપએ પોતાના અભ્યાસમાં દાવો કર્યો કે, આ રેડિએશન હામયોંગ વિસ્તારના આસપાસના આઠ શહેરોમાં ફેલાઇ શકે છે. જેનાથી ઉત્તર કોરિયામાં લગભગ 10 લાખ લોકો પ્રભાવિત થઇ શકે છે. આ રેડીએશનનું પીવાનું પાણી, ખેતી લોકોને પ્રભાવિત કરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, રેડિએશનની અસર દક્ષિણ કોરિયા, ચીન, જાપાનમાં પણ લોકો પર અસર પાડી શકે છે, કારણકે જે વિસ્તાર રેડિએશનથી પ્રભઆવિત થશે, તેના ખેતી ઉત્પાદન અને માછલી વગેરે ઉત્પાદન સ્મગલિંગ દ્વારા આ દેશોને મોકલવામાં આવશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, જે માનવાધિકાર સંગઠને આ રિપોર્ટ તૈયાર કરી છે, તેમની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આ સંગઠનની સાથે કેટલાય ન્યૂક્લિયર અને મેડિકલ વિશેષજ્ઞ સાથે જોડાયેલા છે. આ સંગઠન સૂચનાઓ અને સાર્વજનિક રૂપથી ઉપલબ્ધ સૂચનાઓના આધાર પર પોતાની રિપોર્ટ તૈયાર કરે છે. આ સંગઠનના યૂએસ કોંગ્રેસની ગૈર લાભાર્થી કોર્પોરેશન નેશનલ એડોવમેન્ટ ફોર ડેમોક્રેસી દ્વારા સંચાલન કરી રહ્યા છે.
વર્ષ 2015માં જ દક્ષિણ કોરિયાની ફૂડ સેફ્ટી એજન્સીને ચીનથી આયાત કરવામાં આવેલા મશરૂમમાં 9 ગણુ વધારે રેડિએશન મળ્યો હતો. તપાસમાં જાણકારી મળી કે મશરૂમ વાસ્તવમાં ઉત્તર કોરિયામાં સ્મગલ થઇે ચીન આવ્યા અને ત્યાંથી દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર, ચીન અને જાપનના રેડિએશનને કાઉન્ટર કરવા માટે વ્યવસ્થા પણ મજબૂત કરી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, રેડીએશનના કારણથી લોકો કેટલાય પ્રકારની બિમારીઓ જેવી કે કેન્સરની ઝપેટમાં આવી શકે છે.