તાલાલા મામલતદાર કચેરી દ્વારા શરૂ થયેલ ઘાસ વિતરણ કામગીરીથી પશુપાલકોને સંતોષ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકમાં કમોસમી વરસાદના કારણે મગફળી,સોયાબીન કઠોળ વિગેરે પાકને અકલ્પનીય નુકસાન થયું છે તેની સાથે..સાથે.. કીંમતી ઘાસચારો પણ નાશ પામ્યો હોય કીંમતી દુધાળા પશુઓની પરવરીશમાં પશુપાલકોને કોઈ મુશ્કેલી પડે નહીં માટે સરકાર દ્વારા ઘાસ વિતરણ કરવામાં આવ્યું છે.તાલાલા મામલતદાર કચેરી દ્વારા અત્યાર સુધીમાં 1250 પશુપાલકોને ઘાસ માટેના કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં છે.કાર્ડ ધારક પશુપાલકો ને વનવિભાગ દ્રારા 01 લાખ 10 હજાર 135 કિલો ઘાસનું આપવામાં આવ્યું છે.ઘાસ વિતરણ હજી પણ ચાલુ છે.
- Advertisement -
મામલતદાર કચેરી દ્વારા જરૂરીયાતમંદ તમામ પશુપાલકો ને વિનામૂલ્યે ઘાસ માટેના કાર્ડનું વિતરણ કરવામાં આવી રહેલ કામગીરીથી તમામ પશુપાલકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.



