સોરઠ પંથકમાં 1થી 3 ઇંચ વરસાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ સટાસટી બોલાવી છે.જેમાં ગઈકાલ સાંજના 6 વાગ્યા બાદ મેઘરાજાનું આગમન થતા સોરઠ પંથકમાં 1 થી 3 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતો ખુશીની લહેર છવાઈ છે.સારા વરસાદના લીધે માળીયા હાટીના જોવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફલો થયો હતો ડેમ ઓવરફલો થતા સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હળવી થઇ છે.બીજી તરફ વરસાદે ફરી રાઉન્ડ લેતા સોરઠ પંથકના અનેક ડેમોમાં નવા નીરની અવાક જોવા મળી છે.સારા વરસાદ વરસતા લોકોને બફારા વચ્ચે ઠંડકનો એહસાસ જોવા મળ્યો છે.આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ સાથે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના સવારે 6 થી 8 વાગ્યામાં દોઢ ઇંચ અને માંગરોળમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
- Advertisement -
હવામાન વિભાગની આગાહીને પગલે સોરઠ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે.ગઈકાલ સાંજના 6 વાગ્યા પછી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જેમાં જૂનાગઢ 1 ઇંચ, માળીયા હાટીનામાં 2 ઇંચ, મેંદરડામાં અઢી ઇંચ, વિસાવદરમાં 1 ઇંચ, વંથલીમાં 1 ઇંચ, ભેસાણમાં અડધો ઇંચ, કેશોદમાં 1 ઇંચ સાથે આજે માંગરોળમાં અડધો ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.તેની સાથે વાવણી કરેલ પાક માટે ખુબ સારા વરસાદના લીધે ખેતી પાકને ફાયદો જોવા મળી રહ્યો છે.એક તરફ સારા વરસાદના લીધે નદી નાળા અને ચેક ડેમો ભરાતા પાણી સમસ્યા હલ થતી જોવા મળે છે.અને ગરમીથી લોકોને રાહત થઇ છે.
જૂનાગઢ જિલ્લાના સિંચાઈ વિભાગ હસ્તકના 17 ડેમો પેકી 5 ડેમો ઓવરફલો થયા છે.જેમાં આજે માળીયા હાટીના ભાખરવડ ડેમ ઓવરફલો થયો હતો તેની સાથે જિલ્લાના 6 ડેમોમાં 50 ટકા થી વધુ ભારાયેલા છે અને ચાર ડેમોમાં 50 ટકાથી ઓછા ભરાયેલ છે.જયારે વંથલી અને શાપુર ઓઝત ડેમનું પાણી નદીમાં છોડી દેવામાં આવે છે.અને આ બંને ડેમ ચોમાસાની અંત સીઝન સમયે ભરવામાં આવે છે.આમ જૂનાગઢ જિલ્લામાં વરસાદે ચોથો રાઉન્ડ શરુ થતા ડેમોમાં પાણી અવાક વધવા લાગી છે.ડેમોમાં નવા નીરની અવાકના લીધે સિંચાઈ પાણીની સમસ્યા રવિ પાક માટે ખુબ ફાયદા કારક રહશે તેમ ખુડૂતો માની રહ્યા છે.હાલ તો ખેતી પાકને સારા વરસાદના લીધે ખુબ ફાયદો જોવા મળી રહ્યો છે.અને હજુ ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે હજુ સારો વરસાદ થશે અને સીઝન પણ લાંબી ચાલશે જેનાથી પાણી સમસ્યા હલ થશે.
વરસાદી વાતાવરણ વચ્ચે ગિરનાર બન્યો લીલોચ્છમ: વનરાજી ખીલી ઉઠી
જૂનાગઢ શહેર તેમજ ગિરનારના પહાડોમાં સારા વરસાદના લીધે હવે ગિરનારની ગિરિકંદરા સોળે કળાએ ખીલી ઉઠી છે.અને દત્ત – દાતારના પહાડો પર સારા એવો વરસાદ પડતા ગિરનારની વનરાયો લીલીછમ જોવા મળી રહી છે.તેમજ ગિરનાર પર્વત પર ઝરણાં વહેતા જોવા મળી રહ્યા છે.તેની સાથે સતત વાદળછાયા વાતાવરણના લીધે વાદળો ગિરનારથી વાતું કરતા જોવાનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.એવા સમયે ગિરનાર યાત્રા કરવા પ્રવાસીઓ પણ ગિરનારના મનમોહક દર્શ્યો જોઈ કાશ્મીર, સિમલા સહીતના પર્યટન સ્થળની યાદ અપાવે તેવા દર્શ્યો જોઈ ખુબ ખુશી વ્યક્ત કરે છે.
- Advertisement -
માળિયા હાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો
અનેક ડેમોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી