ત્રણ મહિના પૂર્વેની અરજી અંગે પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ગોંડલ રોડ ઉપર ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ ઇન્ડિયન બેન્કના લોકરમાંથી 1 કરોડનું સોનુ ગાયબ થઇ જતા ચકચાર મચી જવા પામી છે.
રાજકોટના ગોંડલ રોડ ઉપર ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલી ઇન્ડિયન બેન્કમાં ગીરવે મુકેલો એક કરોડ રૂપિયાનું સોનુ બેન્કના લોકરમાંથી ગાયબ થઇ જતા ચકચાર મચી જવા પામી છે ઉપરોક્ત બનાવ સંદર્ભે પ્રાપ્ત વિગતો મુજબ ગત માર્ચ એન્ડિંગમાં ઓડિટ કરતી વેળાએ આ એક કરોડ રૂપિયાનું સોનુ ગાયબ હોય તે અધિકારીઓના ધ્યાને આવ્યું હતું છતાં પોલીસને જાણ કરવામાં આવી ન હતી ત્યાર બાદ આ ઘટના અંગે ત્રણ માસ પૂર્વે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી વી બોરીસાગરે જણાવ્યું હતું કે અરજીની તપાસ દરમિયાન ઉપરોક્ત ચોરીમાં સ્ટાફની જ સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે જો કે હાલ ઉપરોક્ત ચોરી અંગે જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.



