સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા સહિત LED TVની પણ ઉઠાંતરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
થાનગઢ શહેરના પ્રજાપતિ પાર્ક સોસાયટી ખાતે રહેતા સંજયભાઈ ચતુરભાઈ પ્રજાપતિનું બીજું મકાન શહેરના હીટરનગર ખાતે પણ આવેલું છે છેલ્લા કેટલાક દિવસથી સંજયભાઈ પોતાના પરિવાર સાથે ત્યાં રહેતા હતા તેવામાં ગઈ કાલે સાંજે પ્રજાપતિ પાર્ક સોસાયટી ખાતે આવેલા મકાનમાં જઈ અંદર જોતા ઘરનો સમાન વેરવિખેર પડ્યો હોવાથી ઘરમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના કિંમત 70 હજાર રૂપિયાના તથા રોકડ 1.20 લાખ રૂપિયા અને એલ.ઇ.ડી ટીવી કિંમત 5000/- રૂપિયા એમ કુલ મળી 1.95 લાખના મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવતા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી થાનગઢ પોલીસ મથકે ચોર ઈસમ વિરૂદ્ધ ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.