ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખોડીયાર ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદીરે ધોળા દિવસે બે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને માતાજીના સોનાના આભૂષણ કુલ રૂ.1,95,000 લાખના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મેંદરડામાં થોડા દિવસો અગાઉ રાજેસર ગામે સોની બંધુને બંધક બનાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવી આરોપી હજુ પકડાયા નથી ત્યારે મેંદરડાના ખોડીયાર ગામે ખોડીયાર માતાજીના મંદીરને નીશાન બનાવી માતાજીને ચડાવેલ ચાંદીના છતર આશરે પોણા ચાર કિલોના કુલ કિ.રૂ. 1,50,000 તથા માતાજીની મુર્તી ઉપર ચઢાવેલ સોનાનો ટીકો આશરે અડધા તોલાનો તથા નાકની સર સાથેની નથળી આશરે અડધા તોલાની મળી કુલ એક તોલાની કિ.રૂ. 45,000 એમ મળી કુલ કિ.રૂ. 1,95,000ની ચોરી કરી બે અજાણયા ઈસમો ફરાર થઇ જતા મુકેશભાઈ કાછડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
મેંદરડાના ખોડીયાર ગામના મંદિરને ધોળા દિવસે તસ્કરો ત્રાટકી 1.95 લાખની ચોરી
