ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટના નવાગામમાં રંગીલા સોસાયટીમાં રહેતા અને નવાગામમાં એક્સપ્રેસ એેન્ડ સપ્લાઇ ચેન પ્રાઇવેટ લિ. નામની પાર્સલની ડિલિવરી કરવાનું કામ કરતી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હિરેનભાઇ ઇશ્વરભાઇ પરમાર ઉ.48એ કર્મચારી જતિન મુકેશભાઇ સુમલખાણિયા સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક વર્ષથી કંપનીમાં નોકરી કરે છે તેમજ છેલ્લા 10 દિવસથી કંપનીમાં જતિન મુકેશભાઇ સુમલખાણિયા પાર્સલની ડિલિવરીનું કામ કરતો હોય તા.28ના રોજ અમારી ઓફિસમાં કસ્ટમર અમર ક્રિએશન જે રાજકોટના સંત કબીર રોડ પર આવેલ હોય અને તેને તેની ઓફિસેથી પાર્સલ લઇ જવાનું કહેતા કંપનીના ડ્રાઇવર દિલીપભાઇને વાત કરી હતી
- Advertisement -
જેથી તે સંત કબીર રોડ પરથી ત્રણ ચાંદીના દાગીનાના પાર્સલ લઇ આવી ઓફિસમાં જમા કરાવ્યા હતા જો કે, અમદાવાદ ઓફિસે માત્ર બે પાર્સલ જ પહોંચતા. જતિન પર શંકા ગઇ હતી. ઓફિસમાંથી રૂ.1.57 લાખના ચાંદીના દાગીનાની ચોરી થયાનું જણાવતા એએસઆઇ ખોડુભા જાડેજા સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ તેની ધરપકડ કરવાની તેમજ તેની પાસેથી મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી કરી હતી.