લોકમેળા હરાજીના કાર્યકાળમાં અત્યાર સુધીની ઐતિહાસિક આવક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ લોકપ્રિય મેળા તરીકે ધ્રાંગધ્રાની લોકમેળો ગણવામાં આવે છે ત્યારે આ વર્ષે લોકમેળાના પ્લોટની હરાજીમાં પાલિકાને કરોડોની આવક થઈ હતી. સરકારની નવી જઘઙ છતાં તમામ રાઇડસ ધારકો અને ધંધાર્થીઓ દ્વારા લોકમેળામાં પ્લોટની હરાજીમાં હોંશેહોંશે ભાગ લીધો હતો. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા લોકમેળાની હરાજીના પ્રથમ દિવસે જ 1.22 લાખની આવક થઈ હતી. જે બાદ બીજા દિવસે પણ ખાણીપીણી અને સ્ટોલના પ્લોટની હરાજી શરૂ રાખતા અંતે 1.43 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા લોકમેળાના કાર્યકાળમાં અત્યાર સુધીની આ પ્રથમ ઐતિહાસીક હરાજી કહી શકાય જેમાં નગરપાલિકાને કરોડોની આવક થઈ છે. જોકે ગત વર્ષે પણ લોકમેળાના પ્લોટની હરાજીમાં 1 કરોડ 2લાખની આવક થઈ હતી ત્યારે આ વર્ષે ગત વર્ષ કરતા પણ વધુ રેકોર્ડ બ્રેક આવક થઇ છે.