મતદાર દીઠ 1,400 રૂપિયા ખર્ચ; 2020ની યુએસ ચૂંટણીમાં 1.2 લાખ કરોડનો ખર્ચ થયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
લોકસભા ચૂંટણી-2024માં 1.35 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના વડા એન ભાસ્કર રાવે આ દાવો કર્યો છે. CMS છેલ્લા 35 વર્ષથી ચૂંટણી ખર્ચનો હિસાબ જાળવી રહ્યું છે.
સમાચાર એજન્સી PTIને આપેલા ઈન્ટરવ્યૂમાં રાવે કહ્યું કે, આ વખતે ભારતમાં 96.6 કરોડ મતદારો છે. આ સંદર્ભમાં, મતદાર દીઠ ખર્ચ આશરે 1,400 રૂપિયા હોવાનો અંદાજ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, એક બિન-લાભકારી સંસ્થા Open Secrets.orgઅનુસાર, 2020ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં 1.2 લાખ કરોડ રૂપિયા (14.4 બિલિયન) ખર્ચવામાં આવ્યા હતા. વોશિંગ્ટન સ્થિત ઘાયક્ષજયભયિતિં.જ્ઞલિ અમેરિકન રાજકારણીઓના કેમ્પેઇન ખર્ચ અને લોબિંગ પર નજર રાખે છે.
ચૂંટણી ખર્ચના અંદાજ પર રાવ કહે છે કે આ માટે ચૂંટણી સંબંધિત તમામ પ્રકારના પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં રાજકીય પક્ષો અને સંગઠનો, ઉમેદવારો, સરકાર અને ચૂંટણી પંચ દ્વારા કરાયેલા ખર્ચનો પણ સમાવેશ થાય છે. રાવે કહ્યું કે અમે અગાઉ આ ચૂંટણીમાં 1.2 લાખ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવ્યો હતો. બાદમાં જ્યારે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો પ્રકાશમાં આવ્યો ત્યારે તેને વધારીને 1.35 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. અમારું મૂલ્યાંકન ચૂંટણીની તારીખોની જાહેરાતના 3-4 મહિના પહેલાનું છે. રાવે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી બોન્ડ સિવાય પણ ઘણી જગ્યાએથી પૈસા આવે છે. અગ્રણી એડવર્ટાઈઝિંગ એજન્સી ડેન્ટસુ ક્રિએટિવના સીઈઓ અમિત વાધવા કહે છે- રાજકીય પક્ષો આજકાલ કોર્પોરેટ બ્રાન્ડની જેમ વર્તે છે. તેઓ પ્રોફેશનલ એજન્સીઓને પ્રચાર માટે હાયર કરે છે, જેથી તેમનું સારું બ્રાન્ડિંગ થાય. આમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ડિજિટલ કેમ્પેઇનનો સમાવેશ થાય છે.
- Advertisement -
એક ટોચની એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર, જે મતદારો કોઈપણ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા નથી, જેમને વાડ પર બેઠેલી વ્યક્તિ (fence-sitters) કહેવામાં આવે છે, તેમના પર પક્ષો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તે જ સમયે, મેટા અને ગૂગલ જેવા સોશિયલ મીડિયા જાયન્ટ્સ પણ રાજકીય પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભારતમાં રાજકીય ભંડોળમાં પારદર્શિતાનો અભાવ : ADR
તાજેતરમાં એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ ( ADR) એ કહ્યું હતું કે ભારતમાં રાજકીય ભંડોળમાં પારદર્શિતાનો અભાવ છે. ADRએ દાવો કર્યો હતો કે 2004-05થી 2022-23 સુધી ભારતના છ મુખ્ય રાષ્ટ્રીય પક્ષોને કુલ ભંડોળના 60% મળ્યા હતા. આ રકમ 19,083 કરોડ રૂપિયા હતી. આ નાણાં અજ્ઞાત સ્ત્રોતોમાંથી આવ્યા છે. જોકે, અઉછએ લોકસભા ચૂંટણીમાં ખર્ચ અંગે કોઈ અંદાજ જાહેર કર્યો નથી.