કાલે કટોકટી દિવસ : સ્વતંત્ર ભારતના ઇતિહાસનો કલંકિત કાળો દિવસ ના ભૂતો ન ભવિષ્યતિ
25 જૂનથી 1975થી 21 માર્ચ 1977 સુધી પૂરા ભારતમાં કાળો કેર વર્તાવવામાં આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ પરિવાર ક્ષેત્રના,અને ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ લોકતંત્રની રક્ષાના સિદ્ધાંતોને લઈને દેશની રાજનિતીમાં કાર્યરત રાજકીય પાર્ટી છે. દેશનું હિત હંમેશા મહત્વનું રહ્યું છે. દેશને આતંકવાદથી મુક્ત કરવાનું આંદોલન હોય, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે તે માટેની લડાઇ હોય કે સ્વ. ઇન્દિરા ગાંધી દ્વારા 25 જુન 1975,,21 માર્ચ 1977માં લદાયેલી કટોકટી સામે લોકશાહી રક્ષાનું આંદોલન હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પરિવાર ક્ષેત્ર અને ભાજપાએ દેશના વ્યાપક હિતમાં પરિશ્રમશીલ બની સમયે સમયે પોતાની ભૂમિકા ભજવી છે અને દેશ હિત માટે કાર્ય કર્યું છે.
દેશની રાજનીતિમાં રપ જુન 1975ને કલંકિત અને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તત્કાલિન વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર દેશમાં કટોકટી જાહેર કરી હતી. આ કટોકટી અંતર્ગત સમગ્ર દેશને જેલખાનું બનાવી દેવામાં આવ્યુ હતુ. સમગ્ર દેશમાંથી એક લાખ 30 હજારથી વધુ સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી, 100થી વધુ કાર્યકર્તા મૃત્યુ પામ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય વ્યવસ્થા પ્રમુખ પાંડુરંગ ક્ષોરસાગર મૃત્યુ પામ્યા હતા. દેશનો કોઈ પ્રજાજન પોતાના વિચારો જાહેરમાં વ્યક્ત કરી શક્યો નહોતો. અખબારો પર સેન્સરશીપ લગાવવામાં આવી હતી. સંસદ સભ્યો તેમજ સંસદની કાર્યવાહી પર પણ સેન્સરશીપ લગાવી એક સરમુખત્યારશાહી શાસનનો દેશમાં અમલ કરાયો હતો. કટોકટી 25 જૂનથી 1975 થી 21 માર્ચ 1977 સુધી પૂરા ભારતમાં કાળો કેર વર્તાવવામાં આવ્યો હતો. દેશમાં રપ જુન 1975ના રોજ લાદવામાં આવેલી કટોકટીને પરિણામે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણીજી, વિજયરાજમાતા સિંધયા, ગાયત્રીદેવી, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક બાળાસાહેબ દેવરસ સહિત હજારો લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં જનતા મોરચા ની સરકારને ઉથલાવવામાં આવી અને કોંગ્રેસની સરકાર રચાઈ. કટોકટીનો કારમો ’પંજો ગુજરાતના કોંગ્રેસ વિરોધના કાર્યકરો પર ફરી વળ્યો. સંઘ પરિવાર, ગુજરાતમાં જનતા મોરચાના અને જનસંઘના મોટા ’માથાઓને જેલભેગા કરવામાં આવ્યા અને બીજી હરોળના કાર્યકરોને ભૂગર્ભમાં જવું પડ્યું, કટોકટીની ગુજરાતમાં અસર વ્યાપક બની અને સ્વ.પ્રાણલાલ વ્રજલાલ દોશી, સ્વ અમૃતભાઈ કડીવાલા, સ્વ ચીમનકાકા શુક્લ, સ્વ.પ્રવીણ કાકા મણીયાર, સ્વ યશવંતભાઈ ભટ્ટ, હસુભાઈ દવે, સ્વ રમેશભાઈ શુક્લ , સ્વ ગોધમલ આહુજા, સ્વ કાંતિભાઈ વૈધ, સ્વ કેશુભાઈ પટેલ, સ્વ.અરવિંદભાઈ મણિયાર, સ્વ.સુર્યકાંતભાઇ આચાર્ય અને વજુભાઈ વાળા વગેરે અનેક કાર્યકરો જેલમાં ગયા.
ગુજરાત પ્રદેશ જનસંઘના તત્કાલિન સંગઠન મહામંત્રી સ્વ. નાથાભાઈ ઝગડા અને નરેન્દ્રભાઈ ’મોદીએ ગુજરાતમાં કટોકટી વિરૂધ્ધ જલદ આંદોલન ચલાવ્યું. કટોકટી સામે લોકતંત્રની રક્ષા માટે અને દેશમાં લોકશાહીના મૂલ્યોના જતન માટે આ બંને મહાનુભાવોએ વેશ પલ્ટા કરીને પોલીસની નજરમાંથી બચતા રહીને બેઠકો, પત્રિકાઓ અને આયોજનનો હવાલો સંભાળી દેશમાંથી કટોકટીને હટાવવા માટે પરિશ્રમ કર્યો. કટોકટી કેવી રીતે આવી અને પછી કેવી રીતે ગઈ તેની અનેક વાતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હસ્તક લખેલી “સંઘર્ષમાં ગુજરાત” ખરેખર વાંચવા જેવી બુક છે. કટોકટી દરમિયાન એક હાસ્ય રૂપ પ્રસંગ બન્યો હતો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો માટે એક ચંદનનો કાર્યક્રમ હતો. ચંદન એટલે નાસ્તો. તો પોલીસને એમ ચંદનસિંહ જેવી કોઈ વ્યક્તિ હશે કાર્યક્રમ પૂરો થઈ ગયો તમામ સ્વયંસેવકો નાસ્તો કરી નીકળી ગયા પણ પોલીસ ચંદનસિંગ ને ગોતી જ રહી.
- Advertisement -
ગુજરતમાં 1974ની સાથે વિદ્યાર્થી આગેવાનોએ પ્રચાર સામે રણશિંગું ફૂંકયુ હતુ. નવનિર્માણની સફળતા બાદ આ આંદોલનને સ્વ. જયપ્રકાશ નારાયણે બિહાર સહિત દેશભરમાં પ્રસરાવવા યુવાનોને અપીલ કરી હતી. વિદ્યાર્થીઓના અંદોલનનાં પરિણામે ગુજરાતમાં કોંગ્રેસ સરકારનું પતન થયું અને સ્વ.બાબુભાઈ જશાભાઈ પટેલના નેતૃત્વમાં જનતા મોરચાની સરકાર બની હતી. ભારતીય જનસંઘ આ સરકારમાં ભાગીદાર બન્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસ વિરોધની સરકાર હોઇ સ્વ. ઈન્દિરાજી દ્વારા લાદવામાં આવેલી કટોકટીની અસર પ્રારંભમાં ઓછી પ્રવર્તતી હતી.
લોકશાહીની રક્ષા માટેના આ આંદોલનમાં ગુજરાત દેશને દિશા આપનારૂં રાજય બન્યું હતું
635 દિવસ ચાલેલા આ યુધ્ધમાં ગુજરાતની ભૂમિકા મહત્વની હતી.
રપ જૂન 1975થી 22 માર્ચ 1977માં ગુજરાતમાં એક પણ અઠવાડિયુ એવુ નથી કે આંદોલન ન થયું હોય.
કટોકટી દરમિયાન 100થી વધુ સ્વયંસેવકના મૃત્યુ થયા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય વ્યવસ્થા પ્રમુખ પાંડુરંગ ક્ષોર સાગરનું મૃત્યુ થયું હતું
કટોકટી સામેની લડાઇમાં 3165 સત્યાગ્રહીઓએ ભાગ લીધો હતો.
2000 થી વધારે સત્યાગ્રહીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા.
કટોકટી સામેનો સંઘર્ષકાળ એ અવિસ્મરણીય અને કાર્યકર્તાના લડાઈના નવા નવા માર્ગને પ્રશિસ્ત કરનારો હતો.
કટોકટીનો કાળ કાર્યકરોની અને પરિવારની અગ્નિપરીક્ષાનો હતો.
નરેન્દ્રભાઈ મોદી, વિષ્ણુભાઈ પંડયા જેવા વિચક્ષણ કાર્યકરોની યુક્તિઓ, યોજનાઓ, ભૂગર્ભ લડાઈની યોજના થકી કટોકટીને ઉઠાવવી પડી હતી અને દેશમાં લોકશાહીની પુન:સ્થાપના થઇ હતી.