‘હાઈપ્રોફાઈલ મેડમ’ સાથે ‘મજા’ કરવાનો મેસેજ મળ્યો અને યુવાન ફસાઈ ગયો.
નેટ બેન્કિંગ અને આંગડિયા મારફતે બ્લેકમેઈલરો પૈસા ખંખેરતા
- Advertisement -
ગોંડલનાં પટેલ યુવાનને ઠગ ટોળકીએ છેતરથી નેટ બેંકિંગ અને આંગડિયા મારફતે રૂપિયા મંગાવ્યા
સોશિયલ મીડિયાનાં મારફતે હાલ અનેક છેલબટાવ રંગીન મીજાજી યુવાનો લુંટવાના કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. ગોંડલમાં રહેતા યુવાનને મોબાઈલ પર આવેલા મેસેજનો રીપ્લાય કરી હાઈ-પ્રોફાઈલ મેમ સાથે ડેટિંગ અને સેક્સ માણવા માટેની ઓફર કરી નેટ બેંકિંગ તથા આંગડિયા મારફતે રૂા. 1.29 કરોડની માતબર રકમની છેતરપીંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ ગોંડલમાં ગુંદાળા રોડ પર બ્રહ્માણી પાર્કમાં રહેતો અને ખેતી કામ કરતો તથા જે.સી.બી ભાડે આપવાનો ધંધો કરતા અશ્ર્વિન વિઠ્ઠલભાઈ વિરપરીયા નામના પટેલ યુવાને ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે દાનીશ પટેલ, કેરાજ ભાટી, આર્યન યાજ્ઞિક, શિક્ષા બક્ષી, અભિષેક, જોસેફ એન્થની, કમલેશ, કૌશલ, એવલ, અલ્પેશ, કેશવ, રોહન પવાર, નિમેશ સોની, રમેશ સહિત 14 જેટલા મોબાઈલ નંબર પરથી ફોન કરનાર શખ્સોનાં નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ તા. 29/02/20 નાં રોજ પોતે મહારાષ્ટ્રમાંથી કામ પરથી પરત ગોંડલ આવતો હતો ત્યારે અમદાવાદ પહોંચતા તેના મોબાઈલ ફોન પર મોબાઈલ નંબર 7046253196 પરથી એક મેસેજ આવેલ જે મેસેજમાં લખેલ હતું કે અગર આપ હાઈ પ્રોફાઈલ વી.આઈ.પી મેમ કે સાથ ડેટિંગ મીટીંગ આપવા સેક્સમાં ઇન્ટરેસ હોય તો આપનું નામ અને સીટીનું નામ જણાવો યુવાનને મેસેજ વાંચી રસ પડતા તેઓ સાથે રીપ્લાય કર્યો હતો. પ્રથમ મેમ્બરશિપ માટે તેને રૂ.2500 ભરવાનું કહેતા યુવાને નેટ બેંકિંગ મારફતે તેણે મોબાઈલમાંથી ઉપરોક્ત મોબાઈલ નંબર પર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
સમય જતા યુવાનને અલગ-અલગ લોકોના ફોન આવતા અને અલગ-અલગ રકમની માંગણી કરતા યુવાને નેટ બેંકિંગ તથા આંગડિયા પેઢી મારફતે કુલ રૂા. 12933900 જેટલી રકમ ઉપરોક્ત આરોપીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ઉપરોક્ત શખ્સોએ ગોંડલનાં પટેલ યુવાનને હાઈપ્રોફાઈલ વી.આઈ.પી મેમ સાથે ડેટિંગ મીટીંગ અથવા સેક્સ બાબતે કોઈ જવાબ નહીં આવતા યુવાન છેતરાયો હોવાનું માલુમ પડતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


