રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે આર.ટી.ઓ. દ્વારા બાળકોની સલામતીને ધ્યાને લઇને સ્કૂલ વાહનોના ચેકીંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી.
જેમાં આર.ટી.ઓ કચેરીના અધિકારી અંકિત પરમાર અને ડી.પી જાડેજા દ્વારા વાહનના ઇન્સ્યોરન્સ, પી.યુ.સી, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનની પરમીટ તેમજ અન્ય ગુન્હા સંબંધિત કુલ રૂપિયા 1,20,000નો દંડ કરવામાં આવ્યો હતો.