-ભ્રષ્ટાચાર-શિષ્ટાચાર: રેલવે અને બેન્કીંગ ક્ષેત્રનાં કર્મચારીઓ સામે પણ ગેરરીતિની વધુ ફરિયાદો
દેશમાં ભ્રષ્ટાચારને નાબુદ થતા હજુ વર્ષો લાગશે વર્ષ 2022 માં કેન્દ્રીય સતર્કતા આયોગ (સીવીસી) સમક્ષ ભ્રષ્ટચારની 1.15 લાખ જેટલી ફરિયાદો પહોંચી હતી. જેમાં સૌથી વધુ ગૃહ મંત્રાલયનાં કર્મચારીઓ સામે 46 હજાર ફરિયાદ થઈ હતી. 2021 માં પણ આ વિભાગ સામે જ સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી.
- Advertisement -
ત્યારે આ વિભાગનાં કર્મીઓ સામે 37 હજાર 670 ફરીયાદો નોંધાઈ હતી. આ વખતે બીજા નંબરે રેલવે અને ત્રીજા નંબરે બેન્કીંગ સેકટર રહ્યું હતું. ગત વર્ષે પણ આ બન્ને ક્ષેત્રો બીજા-ત્રીજા નંબરે હતા. કેન્દ્ર સરકારનાં બધા વિભાગો અને સંગઠનોનાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની કુલ 1 લાખ 12 હજાર 203 ફરિયાદો મળી હતી. કુલ ફરીયાદોમાં 85 હજાર 437 ફરિયાદોનો નિકાલ કરાયો છે. જયારે 29 હજાર 766 ફરિયાદો હજુ પણ પેન્ડીંગ છે.
રિપોર્ટ મુજબ રેલવે કર્મચારીઓ સામે 10 હજાર 580 અને બેન્ક કર્મચારીઓ સામે 8 હજાર 129 ફરિયાદો મળી છે.જેમાંથી કુલ 29 હજાર 919 ફરિયાદોનો નિકાલ થયો છે. 22 હજાર 724 ફરિયાદો પેન્ડીંગ છે. તો દિલ્હી સરકારનાં 7 હજાર કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ફરીયાદ નોંધાઈ છે.;રીપોર્ટ મુજબ 4 હજાર 710 ફરિયાદો આવાસ અને શહેરી મામલાનાં મંત્રાલયનાં કર્મચારીઓ સામે થઈ છે.