આર્થિક પ્રવૃતિ વેગ પકડતા તથા વેકેશન પ્રવાસો ખીલ્યા
કોરોના કાળ પછી આર્થિક પ્રવૃતિ સતત વધતી રહી હોય તેમ ક્રેડીટ કાર્ડ મારફત પેમેન્ટ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટ મુજબ મે મહિનામાં લોકોએ 1,14,000 કરોડનું પેમેન્ટ ક્રેડીટ કાર્ડ મારફત કર્યું હતું જે માસિક ધોરણે 8 ટકા અને વાર્ષિક ધોરણે 118 ટકાની વૃધ્ધિ સૂચવે છે.
- Advertisement -
રિઝર્વ બેન્કના રિપોર્ટ પ્રમાણે ક્રેડીટ કાર્ડ મારફત નાણાકીય વ્યવહારો બહુ મજબૂત રીતે વધી રહ્યા છે અને મે-2022માં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. રીટેઇલ અર્થતંત્ર વૃધ્ધિ પામી રહ્યાનું સૂચવાઈ રહ્યું છે જો કે આવતા મહિનામાં વ્યાજ દરમાં વધારાનો સીલસીલો જારી રહેવાનો છે ત્યારે ક્રેડીટ કાર્ડ પેમેન્ટનો વૃધ્ધિ દર જળવાઈ છે કે કેમ તેના પર નિષ્ણાંતોની નજર છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ક્રેડીટ કાર્ડ પેમેન્ટની વૃધ્ધિ છેલ્લા ત્રણમાં વાર્ષિક ધોરણે 23 ટકા થઇ છે. ઇન્ડુઇન્ડ બેન્ક અને કોટક બેન્કમાં માસિક ધોરણે સૌથી વધુ 17 અને 15 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે અન્ય બેન્કોનો વૃધ્ધિ દર સરેરાશ 4.9 ટકાનો છે.