ખાસ-ખબર સંવાદદાતા
અફઘાનિસ્તાનમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 11 લાખ બાળકોને ચાલુ વર્ષે અતિ ગંભીર કુપોષણનો સામનો કરવો પડશે તેમ યુએનના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ભૂખમરાનું પ્રમાણ વધતા હોસ્પિટલમાં દાખલ થતાં બાળકોની સંખ્યા વધી રહી છે.
ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા હસ્તગત કર્યા પછી યુનાઇટેડ નેશન્સ અને અન્ય સહાયક એજન્સીઓએ મોટા પ્રમાણમાં કાર્યક્રમો શરૂ કરીને ભૂખમરાની સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કર્યા હતાં. જો કે આ પ્રયત્નો સતત કથળી રહેલી પરિસ્થિતિને પહોંચી વળવામાં અસમર્થ હતાં. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનાજના ભાવ સતત વધી રહ્યાં છે ત્યારે અફઘાનિસ્તાનમાં કુપોષણ અને ભૂખમસ્ની સ્થિતિ વધુ સ્ફોટક બની રહી છે. બાળકોની સાથે તેમની માતાઓ પણ કુપોષણ અને ભૂખમરાનો સામનો કરી રહી છે. તેના કારણે સ્તનપાન કરાવતી માતાઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
યુએનની બાળકો માટે કામ કરતી એજન્સી યુનિસેફના અફઘાનિસ્તાનના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર કુપોષણને કારણે હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોની સંખ્યા સતત વધી રહી છે. માર્ચ, 2020માં હોસ્પિટલમાં દાખલ
થયેલા બાળકોની સંખ્યા 18,000 હતી.