નલિયામાં 4.8 ડીગ્રી, ગાંધીનગર 5.5, જુનાગઢ 6.1, રાજકોટ અને અમદાવાદમાં 8.6 ડીગ્રી લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ઉપર રેકોર્ડબ્રેક 1.1 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવતા લોકો ઠુંઠાઇ ગયા છે અને કાતીલ ઠંડકના કારણે અસલ શિયાળાનો મિજાજ જોવા મળી રહયો છે. ગિરનાર પર્વત ઉપર કડકડતી ઠંડીના કારણે પ્રવાસીઓ પણ ઠંડીની ઝપેટમાં આવી ગયા હતા. જુનાગઢમાં 4 વર્ષમાં પછી 6.1 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આજનું હવામાન રર.પ મહતમ 10.ર લધુતમ 19 ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ 3.1 પ્રતિ કલાક પવનની ગતી નોંધાઈ છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં રવિવારથી શરૂ થયેલ ઠંડીનો રાઉન્ડ આજે પણ યથાવત છે આજે જુનાગઢનો ગિરનાર પર્વત થીજી ગયો છે. અહી લઘુતમ તાપમાન 1.1 ડીગ્રી નોંધાયું છે જેના કારણે લોકો લોકો ઠંડીમાં ઠુંઠવાઇ ગયા છે. કચ્છના નલીયામાં 4.8 ડીગ્રી, ગાંધીનગર પ.પ, જુનાગઢ 6.1, રાજકોટ અને અમદાવાદમાં 8.6 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.