ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનસભાને સંબોધન કયુ હતું. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે નુપુર શર્માના નિવેદન મુદ્દે થયેલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યેા હતો.શિવસેના સુપ્રીમોએ જણાવ્યું કે, હિન્દુત્વ અમારો શ્વાસ છે. આજ વાત હિન્દુ દય સમ્રાટ બાલા સાહેબ ઠાકરેએ કહી હતી. જૂઠ્ઠત્પ બોલવું અમાં હિન્દુત્વ નથી. બાલાસાહેબે અમને આજ શીખવ્યું છે.
ઉધ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આ શહેરનું નામ સંભાજી નગર રાખવાની વાત કરી રહ્યાં છે. જેની જાહેરાત બાલા સાહેબ ઠાકરેએ કરી હતી અને હત્પં આ વાયદાને પાળીને બતાવીશ. આ શહેરના એરપોર્ટનું નામ છત્રપતિ સંભાજી મહારાજ રાખવા માટે રાયની વિધાનસભામાં પહેલા જ પ્રસ્તાવ પાસ કરવામાં આવી ચૂકયો છે. હવે તેને પૂરો કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.
- Advertisement -
કાશ્મીરી પંડિતોનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કાશ્મીરી પંડિતો પાસે ઘાટી છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો અને ભાજપ મૌન છે. હનુમાન ચાલીસાનો મુદ્દો ઉઠાવનારાને કહેવા માંગુ છું કે, જો તમારામાં હિમ્મત હોય તો તમારે કાશ્મીર જવું જોઈએ અને ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, બાલ ઠાકરેએ કયારે આ દેશના મુસ્લિમોને નફરત નથી કરી. તેમણે અમને પણ એજ શીખવ્યું છે. જે છત્રપતિ શિવાજી મહારાજના સિદ્ધાંત છે. જેમણે શાસન દરમિયાન મળેલી કુરાનનું સમ્માન કયુ. બાલા સાહેબ કહેતા હતા કે, આપણાં ધર્મને ઘરમાં જ રાખવો જોઈએ. જો કોઈ પોતાના ધર્મની કટ્ટરતાના નામે હત્પમલો કરે, તો તેને છોડવાના નહીં.નુપુર શર્માના નિવેદનનો ઉલ્લેખ કરતાં ઠાકરેએ કહ્યું કે, એક ભાજપના પ્રવકતાએ પ્રોફેટનું અપમાન કયુ. અરબ દેશો કહી રહ્યા છે કે, ભારત માફી માંગે. ભૂલ ભાજપની છે, તો પછી દેશ કેમ માફી માંગે