ગીર સોમનાથ જિલ્લામાં એસ.ટી. ડેપો, સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળોએ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાઇપરટેન્શન વિશે જાગૃતિ લાવવા માટે તા.17મે થી તા.16 જૂન સુધી વલ્ર્ડ હાઈપરટેન્શન ડે 2025ની ઉજવણી કરી અનેકવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી હાઈપરટેન્શન અને તેના નિવારણ વિશે લોકજાગૃતિ ફેલાવાશે. તમામ આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદીર અને અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે યોગ્ય ખાનપાન, સુનિયોજીત ડાયેટ, કસરત અને યોગ દ્વારા તંદુરસ્તી, પ્રાણાયામ, સ્વસ્થ જીવનશૈલી વગેરે મુદ્દાઓ પર ભાર મૂકી અને લોકજાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત મેરેથોન, સાયકલ રેલી, રેલી, યુથ ઓર્ગેનાઇઝ, શોર્ટ ફિલ્મ મેકીંગ, પ્રશ્નોતરી, સ્લોગન લેખન, ચિત્ર સ્પર્ધા, રીલ, નુક્કડ નાટક, વોલ પેન્ટીંગ, ટ્વિટર, ફેસબુક, ઇન્ટાગ્રામ, યુટ્યુબ, રેડિયો, ટી.વી. ચેનલ, ટોક શો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, વર્ક પ્લેસ, વાઇબ્રેન્ટ વિલેજ, સ્લમ વિસ્તાર વગેરે એકટિવીટી તેમજ ડાયાબિટીસ, હાઇપરટેશન સ્કિનીંગકેમ્પયોજાશે
‘હાઈપરટેન્શન ડે’: 16 જૂન સુધી સ્લોગન લેખન, નુક્કડ નાટક સહિતના કાર્યક્રમો યોજાશે

Follow US
Find US on Social Medias


