વહેલી સવારે સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ ગામ નજીક એક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને કારમાં સવાર મહિલા અને પુરુષનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ રાહદારીઓને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક 108ને પોલીસને ફોન કરી માહિતી આપી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતક મહિલા અને પુરુષના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, કાર અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા માંડવીના નાયબ મામલતદાર હતા.
વહેલી સવારે માંડવીના નાયબ મામલતદાર અને તેમના પતિ કારમાં માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ ગામ પાસેથી પસાર થતા હતા, તે સમયે એકાએક કારની ટક્કર એક ડમ્પર સાથે થઈ હતી. કાર ડમ્પર સાથે અથડાયા બાદ ડમ્પર એક્ સાઉડથી નમી ગયું હતું. જેના કારણે એક સાઈડથી કાર પિચકાઈ ગઇ હતી. ડમ્પર કાર પલટી ગયું હોવાના કારણે કારમાં સવાર માંડવીના મહિલા નાયબ મામલતદાર અને તેમના પતિનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
- Advertisement -
ઘટનાની જાણ થતા રાહદારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કારમાં સવાર દંપતીને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા. લોકોએ ઘટનાની જાણ પોલીસ અને 108ને કરતા માંગરોળ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે કારમાંથી માંડવીના મહિલા નાયબ મામલતદાર અને તેમના પતિના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો અને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, મહિલા નાયબ મામલતદારના પતિ સુમુલ ડેરીમાં કામ કરતા હતા.
(ઇમરાન બાંગરા – માંગરોળ)