બપોરે વડાપ્રધાન જૂનાગઢ પહોંચ્યા: સભા સ્થળ પર 1.30 વાગ્યાથી હકડેઠઠ માનવમેદની
ખાસ-ખબર સંવાદદાતા
ચાર વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢ પધાર્યા. વડાપ્રધાનનાં આગમનને લઇ ભાજપનાં કાર્યકર્તા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જૂનાગઢનાં કૃષિ યુનિવર્સિટીનાં મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. આજે વડાપ્રધાનનાં કાર્યક્રમ હોય સવારથી લોકોનો પ્રવાહ જોવા મળ્યો હતો. જૂનાગઢ,ગીર સોમનાથ અને પોરબંદરથી લોકો વડાપ્રધાનનાં કાર્યક્રમમાં આવ્યાં હતાં. વડાપ્રધાન દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રૂપિયા 4155.17 કરોડનાં વિવિધ પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત અને વિકાસનાં કામનો જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 2440 કરોડનાં ખર્ચે ઉમરગામથી લખપત કોસ્ટલ હાઇવેની યોજનાનો શુભારંભ. તેમજ જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા,વંથલીમાં પાણી પુરવાઠા યોજનાનાં કામનું ખાતમૂહૂર્ત. તેમજ પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે યાત્રાધામનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત. વેરાવળ, સુત્રાપાડા, માઢવાડ અને પોરબંદરમાં મત્સ્ય બંદરનાં વિકાસનાં કામનું ખાતમુહૂર્ત કરાયું. વેરાવળમાં રૂપિયા 58.42 કરોડનાં ખર્ચે રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનશે. પોરબંદરમાં રૂપિયા 546 કરોડનાં ખર્ચે મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ બનશે. આ ઉપરાંત પોરબંદરમાં 47 કરોડનાં ખર્ચે ભુગર્ભ ગટરનું કામ થશે. જૂનાગઢનાં કાર્યક્રમમાં તમામ વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ શહેરમાં ચુસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
- Advertisement -
કયા જિલ્લામાં કેટલાં રૂપિયાનાં વિકાસ કામનું ખાતમૂહૂર્ત
જૂનાગઢ જિલ્લો
– મેંદરડા ભાગ-2 જૂથ પાણી પુરવાડા યોજના,
રૂપિયા 79.80 કરોડ
– વંથલી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂપિયા
38.20 કરોડ
– નાબાર્ડની આરઆઇડીએફ યોજના
રૂપિયા 32.00 કરોડ
પોરબંદર જિલ્લો
– જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ
હોસ્પિટલ, રૂપિયા 546 કરોડ
– માધવપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામનાં વિકાસ
કાર્યો, રૂપિયા 42.43 કરોડ
– પોરબંદર પાલીકમાં ઇલેકટ્રોમિકેનિકલ પંપ હાઉસ સાથે
ભૂગર્ભ ગટર , રૂપિયા 24.92 કરોડ
– કૃતિયાણા જૂથ ભાગ-2 સુધારણા પાણી પુરવઠા
યોજના, રૂપિયા 24.92 કરોડ
– પોરબંદર મત્સ્ય બંદર ખાતે મેઈન્ટેનન્સ ડ્રેજિંગ
યોજના, રૂપિયા 12.28 કરોડ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લો
– વેરાવળમાં રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજનું બાંધકામ,
રૂપિયા 58.42 કરોડ
– ગીર સોમનાથનાં માઢવાડ ખાતે મત્સ્ય બંદર વિકાસ
યોજના, રૂપિયા 250 કરોડ
– સુત્રાપાડામાં મત્સ્ય બંદર વિકાસ યોજના
રૂપિયા 358.12 કરોડ
– વેરાવળમાં મત્સ્ય બંદર વિકાસ યોજના
રૂપિયા 226.કરોડ