બપોરે લગભગ 3:15 વાગ્યે વડાપ્રધાન દક્ષિણ ગોવાના કેનાકોના સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગલી જીવોત્તમ મઠ પહોંચશે. આ મઠ ગૌડ સારસ્વત બ્રાહ્મણ વૈષ્ણવ પરંપરાનું પ્રથમ મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે અને દ્વૈત ક્રમનું અનુસરણ કરે છે. મઠનું હેડક્વાર્ટર પરતગલીમાં છે, જે કુશાવતી નદીના કિનારે આવેલું છે. કેનાકોનામાં વડાપ્રધાન 77 ફૂટ ઊંચી કાંસ્ય નિર્મિત પ્રભુ શ્રીરામની મૂર્તિનું અનાવરણ કરશે. સાથે જ તેઓ મઠ દ્વારા વિકસિત ‘રામાયણ થીમ પાર્ક ગાર્ડન’નું પણ ઉદ્ઘાટન કરશે. પ્રતિમાનું નિર્માણ પ્રસિદ્ધ શિલ્પકાર રામ સુતારે કર્યું છે, જેમણે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી હતી. કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન એક વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને એક યાદગાર સિક્કો બહાર પાડશે અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને સમુદાયના લોકોને સંબોધન કરશે.
સાંજે ગોવામાં શ્રીરામની 77 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

You Might Also Like
Follow US
Find US on Social Medias


