દિલ્હી: દરેકના જીવનમાં કોઇ એવી ઇચ્છા હોય છે જે પુરી કરવા માટે તેમને ઉંમરના સીમાડા નડતા નથી. અમેરિકાના મિશિગનમાં રહેતા 103 વર્ષના ડોરોથી પોલેક નામના માજીએ તેમનું વર્ષો જુનું સપનું તાજેતરમાં પુરૂ કર્યુ હતુ. આ સપનું હતું હાથ પર ટેટુ ચીતરાવવાનુ. તેમણે પોતાની આ વિશ હાલમાં જ ગયેલા જન્મદિવસે પુરી કરીને હાથમાં દેડકાનું કાયમી ટેટુ ચીતરાવી દીધુ.જોકે માજીએ કોરોના વાયરસના ચેપને કારણે નર્સિંગ હોમમાં લાંબો સમય આઇસોલેશનમાં રહેવુ પડયુ હતુ. લાંબો સમય આઇસોલેશનમાં રહેવાથીતેઓ ખુબ હતાશા અનુભવી રહયા હતા. તેમની દીકરીનું કહેવું છે કે અમે તેમને આવી હતાશ હાલતમાં કયારેય જોયા નહોતા. તેમને કઇ રીતે આનંદમાં લાવવા એ પણ અમને સમજાતું નહોતુ.આઇસોલેશનને કારણે ડિપ્રેશન લાંબુ ન ચાલે એ માટે તેમને નર્સિંગ હોમમાંથી ઘરે જવાની છુટ આપવામાં આવી હતી.
શોખની કોઈ ઉંમર નથી હોતી : 103 વર્ષની વયે દાદીમાએ દેડકાનું ટેટુ કરાવ્યું!
You Might Also Like
Follow US
Find US on Social Medias