ઠેર ઠેર કચરા- ગંદકીના ગંજ રાજકોટ માથે કાળી ટીલી સમાન
ગંદકીનો તાત્કાલિક નિકાલ નહીં કરવામાં આવે તો લોકો રોગચાળાની ઝપેટમાં આવી જાય તેવી શક્યતા
- Advertisement -
નપાણીયા રાજકોટ મનપા તંત્રને અનેક રજૂઆતો છતાં કોઇ પરિણામ નહીં
ખાસ-ખબર સંવાદદાતા
સ્માર્ટ સિટી ગણાતા રાજકોટના વોર્ડ નં-3માં ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોમાસામાં ચારેબાજુ પાણી ભરાવવાની સમસ્યા વર્ષો જૂની છે.
નિકાલની નક્કર વ્યવસ્થા ન હોવાથી વોર્ડ નં.3માં ગાંડી વેલને લીધે આખા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. જેને લઈને લત્તાવાસીઓ બિમાર પડે તેવી ભીતિ સેવાઈ છે.
- Advertisement -
નપાણીયા મનપા તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતા દર વર્ષે આ સ્થિતિ સર્જાઈ રહી છે. જ્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જાય છે. અને કાદવ વાહનચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાઓ પર કાચા રસ્તા હોવાથી પાણી ભરાઈ ગયા છે અને કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાઈ
રહ્યું છે.
એક તરફ વરસાદ આવતા કેટલાક રોડ ધોવાઈ ગયા છે.
આ ગંદકીના ગંજ અને કાદવ કીચડ રંગીલા રાજકોટને માથે કાળી ટીલી સમાન છે.
આ ગંદકીનો તાત્કાલિક નિકાલ નહીં કરવામાં આવે તો રાજકોટવાસીઓ રોગચાળાની ઝપેટમાં આવી જશે તેવી દહેશત ફેલાઈ છે. આ ગંદકીના ઢગલા સ્વચ્છતા અભિયાનની સરાજાહેર પોલ ખુલી રહ્યું છે.