તુષાર દવે..
કોરોના છેલ્લા કેટલાક દાયકાઓની એક એવી વૈશ્વિક ઘટના છે જેણે વિશ્વમાં લગભગ દરેક વિસ્તારમાં સીધી કે આડકતરી અસર કરી છે. ખાસ કરીને અર્થતંત્રમાં. કોરોનાના કારણે વિશ્વભરમાં 16 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને બીજા લાખો લોકોને નોકરી ગુમાવવાનો વખત આવ્યો પરંતુ અમીરોની સ્થિતિ એટલી બધી ખરાબ નથી થઈ. બીબીસીના એક અહેવાલ મુજબ 2020ના વર્ષમાં 60 ટકા કરતાં પણ વધારે અરબપતિઓ વધુ અમીર થઈ ગયા અને એ પૈકીના પાંચ તો એવા છે કે જેમની કુલ સંપત્તિ 310.5 અરબ ડોલર થઈ ગઈ છે. જેમાં પહેલું નામ ઈલોન મસ્કનું છે.
ઈલોન મસ્ક
સંપત્તિમાં 140 અબજ ડોલરનો વધારો
સંપત્તિમાં 140 અબજ ડોલરનો વધારો
સ્પેસ એક્સના સ્થાપક અને ટેસ્લાના સી.ઈ.ઓ. ઈલોન મસ્કની સંપત્તિમાં 2020ના વર્ષમાં જ 140 અરબ ડોલરનો વધારો થઈ ગયો છે. ’બ્લૂમબર્ગ’ના રિપોર્ટ અનુસાર ડિસેમ્બરના છેલ્લા સપ્તાહ સુધીમાં એમની સંપત્તિ 1 ખરબ 67 અરબ ડોલર સુધી પહોંચી ગઈ હતી. ’ફોર્બ્સ’ના રિપોર્ટ મુજબ એમણે જ્યારથી અમીરોની યાદી બનાવવાની શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં આ કોઈપણ અરબપતિ દ્વારા એક વર્ષમાં કરવામાં આવેલી સૌથી વધુ કમાણી છે.
ઈલોન મસ્કની બહુચર્ચિત કંપની ટેસ્લા ઈલેક્ટ્રોનિક કાર બનાવે છે અને 2020ના વર્ષમાં એમની કાર્સનું રેકોર્ડબ્રેક વેંચાણ થયુ હતું. મસ્કની બીજી કંપની સ્પેસ એક્સ પણ 2020માં અંતરિક્ષમાં એસ્ટ્રોનોટ મોકલનારી પહેલી ખાનગી કંપની બની ગઈ છે.
જેફ બેજોશ
72 અબજ ડોલરનો વધારો
72 અબજ ડોલરનો વધારો
ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના સ્થાપક-સીઈઓ અને જાણીતા અમેરિકન અખબાર ’ધ વોશિંગ્ટન પોસ્ટ’ના માલિક જેફ બેજોશે 2020ની શરૂઆત વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે કરી હતી અને પૂર્ણ પણ એ જ સ્થાન પર કર્યું હતું. એમની સંપત્તિમાં 2020 દરમિયાન 72 અરબ ડોલરનો વધારો થયો છે. લોકડાઉનના કારણે ઓનલાઈન ખરીદીમાં વધારો થવાનો સીધો ફાયદો જેફ બેજોશની કંપની એમેઝોનને મળ્યો છે. નવેમ્બર-ડિસેમ્બરમાં એમની કુલ સંપત્તિનો આંકડો 200 અરબ ડોલરનો આંકડો પાર કરી ગયો હતો. ફેબ્રુઆરી 2020માં તેમણે ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈ માટે 10 અરબ ડોલરનું દાન કર્યું હતું. નવેમ્બરમાં તેમણે પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓને 80 કરોડ ડોલર દાનમાં આપ્યા હતા.
- Advertisement -
જોંગ શનશન
કોવિડ-19 માટેનો નોઝલ સ્પ્રે બનાવે છે આમની કંપની
કોવિડ-19 માટેનો નોઝલ સ્પ્રે બનાવે છે આમની કંપની
ચીનના આ 66 વર્ષના ઉદ્યોગપતિ જોંગ શનશન બોટલ્ડ વોટર વેંચતી કંપની નોં ફૂ સ્પ્રિંગના સ્થાપક છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેઓ ચીનના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. ’બ્લૂમબર્ગ’ના રિપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ લગભગ 69 અરબ ડોલર જેટલી છે. તેઓ વેક્સીન નિર્માતા કંપની બેઈજિંગ વોન્ટા બાયોલોજિકલ ફાર્મસીના પણ માલિક છે અને એ કારણોસર જ સંપત્તિના મામલે તેઓ ચીનમાં ટેન્સેન્ટ્સના પોની મા અને અલીબાબાના જેક માને પાછળ છોડીને આગળ નીકળી ગયા છે. એમની કંપની હાલ કોવિડ-19 માટે નાકમાંથી લેવાતા સ્પ્રેનું નિર્માણ કરી રહી છે. જેની બીજા ફેઝની ટ્રાયલ નવેમ્બરમાં શરૂ થઈ હતી.
બર્નાર્ડ આર્નોલ્ટ
સંપત્તિમાં 30 ટકાનો વધારો
સંપત્તિમાં 30 ટકાનો વધારો
‘બ્લૂમબર્ગ’ની યાદીમાં ચોથું સ્થાન ધરાવતી બર્નાર્ડ આર્નોલ્ટ ફ્રાન્સના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. લકઝરી ચીજ-વસ્તુઓની કંપની કટખઇંના માલિક આર્નોલ્ટની કુલ સંપત્તિ 2020ના અંત સુધીમાં 146.3 અરબ ડોલર થઈ ગઈ હતી. 2020નું વર્ષ નબળું ગયુ હોવા છતાં એમની સંપત્તિમાં 30 ટકા સુધીનો વધારો થયો હતો. કોરોનાના કારણે એમની કંપની કટખઇંએ ટિફની એન્ડ કંપનીનું અધિગ્રહણ કરવાની યોજના થોડાં સમય માટે અટકાવી દીધી હતી, પણ પછી ઓક્ટોબરમાં એમણે 15.8 અરબ ડોલરમાં એ કંપનીના અધિગ્રહણનો કરાર કરી લીધો. જે એની મૂળ પ્રસ્તાવિત કિંમત કરતાં 40 કરોડ ડોલર ઓછી હતી. દક્ષિણ કોરિયા અને ચીનમાં એમના માલ-સામાનની મોટાપાયે ખપત થઈ છે.
સંપત્તિમાં એક વર્ષમાં છ ગણો વધારો
ડેન ગિલબર્ટ
સંપત્તિમાં એક વર્ષમાં છ ગણો વધારો
સંપત્તિમાં એક વર્ષમાં છ ગણો વધારો
58 વર્ષના ગિલબર્ટ એનબીએ ક્લિવલેન્ડ કેવેલિયર્સના માલિક અને ઓનલાઈન મોર્ગેજ કંપની ક્વિકન લોનના સહસ્થાપક છે. ’બ્લૂમબર્ગ’ના રિપોર્ટ અનુસાર 2020ના વર્ષના અંત સુધીમાં એમની સંપત્તિ 28.1 અરબ ડોલર સુધી પહોંચી ગઈ હતી. હાલ તેમની સંપત્તિ 35 અરબ ડોલર કરતાં પણ વધુ હોવાનો અંદાજ છે. ગિલબર્ટની સંપત્તિ વધવાનું મૂળ કારણ એ છે કે ક્વિકન લોન્સની મૂળ કંપની રોકેટ કંપનીઝે ઓગસ્ટમાં પોતાના શેર વગેરેનું જાહેર વેંચાણ શરૂ કર્યું હતું. ગિલબર્ટ પાસે રોકેટ કંપનીઝના 80 ટકાથી વધુ શેર છે અને એનું કુલ મૂલ્ય 31 અરબ ડોલર કરતાં પણ વધારે છે. ગિલબર્ટની કુલ સંપત્તિ એક વર્ષમાં છ ગણી વધવાનું કારણ ક્વિકન લોન્સનો આઈપીઓ જ છે.
- Advertisement -