તમામ ગ્રહોમાં શુક્રને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. તેને સુખ, સમૃદ્ધિ, સુંદરતા અને વૈભવનો કારકગ્રહ પણ માનવામાં આવે છે.
દ્રિક પંચાંગ પ્રમાણે શુક્ર હાલમાં વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે અને 20 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ વર્ષના અંતમાં એટલે કે 30 ડિસેમ્બરે રાત્રે 10:05 વાગ્યે શુક્ર પૂર્વાષાઢ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ખાસ વાત એ છે કે, શુક્ર ખુદ આ નક્ષત્રનો સ્વામી છે, જેના કારણે ઘણી રાશિના જાતકોના જીવનમાં ધનનો અંબાર લાગશે.
- Advertisement -
જ્યોતિષીઓના મતે શુક્રનું ગોચર અને નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવા વર્ષની શરૂઆત પહેલા શુક્રનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
વૃષભ રાશિ
વર્ષના અંતમાં થવા જઈ રહેલું શુક્રનું નક્ષત્ર પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોને ખૂબ ફાયદો થશે. તમને ભાગ્યનો સાથ મળશે. બિઝનેસ અને કરિયરમાં પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. તમે તમારા નિર્ણયો પ્રત્યે વધુ સકારાત્મક અનુભવ કરશો. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો માનવામાં આવી રહ્યો છે. આર્થિક રીતે આ સમય ખૂબ જ લાભદાયી છે. તમામ કાર્યોમાં મુશ્કેલીઓનો અંત આવશે.
- Advertisement -
તુલા રાશિ
શુક્રના નક્ષત્ર પરિવર્તનથી તુલા રાશિના જાતકોના સારા દિવસોની શરૂઆત થશે. નોકરી પર સહકર્મચારીઓનો સાથ પ્રાપ્ત થશે. પરિવાર સાથે વધુ સમય વિતાવવાથી તમારું મન સકારાત્મક થઈ જશે. નવા લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં સાથ આપશે. તમે તમારી સંપત્તિમાં વૃદ્ધિ જોશો. શેર માર્કેટ અથવા અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવાથી લાભ થશે, પરંતુ હંમેશા સલાહકારની સલાહ જરૂર લેવી.
મકર રાશિ
શુક્રના નક્ષત્ર પરિવર્તનથી મકર રાશિના જાતકોનો પગારમાં વધારો થશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નવા કામ મળવાના સંયોગ બની રહ્યા છે. તમે જેટલા પૈસા કમાશો તેટલો જ તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આવકની નવી તકો હાથ લાગશે. જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમને ફાયદો થશે.




