આઝાદીના સમયથી જ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઈને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને મર્યાદિત લોકોની હાજરીમાં જ 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા,રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ સહિત નેતાઓ અને અધિકારીઓની ઉપસ્થિત રહ્યાં હતાં. આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોરોનાના દર્દીઓની ખડેપગે સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું