માણાવદર તાલુકાના પાજોદ ગામના ખેડૂત પુત્ર જયદીપ ભાલોડીયા ની રજૂઆત ને ધ્યાને લહી પોરબંદર વિસ્તાર ના સાંસદ એ ગુજરાત રાજ્ય ના કૃષિ મંત્રી ને રજૂઆત કરાય જીજીઆરસી દ્વારા ટપક અને ફુવારા ની સહાય નું વિતરણ કરવામાં આવે છે.ગુજરાત અને કેન્દ્ર સરકાર ના નીતિ નિયમો મુજબ સહાય નું વિતરણ કરે છે. રાજય ના ખેડૂત ને ૧-૪-૨૦૧૭ થી ફુવારા વસાવેલ હોય તેને ટપક ની સહાય મળતી નથી જયારે આવી સ્કીમ આપણે ગુજરાત માં ૨૦૧૭ થી બંધ થયેલ છે જયારે આંધ્રપ્રદેશ ,તમિલનાડુ જેવા રાજ્યો માં આજે પણ આવી સ્કીમ ચાલુ છે. ફુવારા માત્ર મગફળી જેવા પાક માં જ ચાલે અને ટપક એ તમામ પાક ચાલે છે અને ખાસ કરી ને કપાસ , એરડા ,તુવેર ,અને બાગાયત પાક માં વધુ સારી રીતે ચાલે અને ઉત્પાદન અને ક્વોલિટી સારી રહે જો ટપક થી ખેતી કરે તો અને સાથે પાણી ,વીજળી , ખાતર ની બચત તો ખરી જ અને હાલ મજુરો ની અછત માં પણ ટપક હોય તો ખેડૂતો ને પાણી વાળવું ના પડે અને ખાતર પણ આરામ થી પાણી સાથે આપી શકે વધુ માં વધુ આ યોજના નો વ્યાપ વધે અને આ યોજના થી અનેક ખેડૂત ની સમૃદ્ધિ ખેતી ની ઉત્પાદકતા વધે તેવા હેતુ થી પોરબંદર વિસ્તાર ના જાગૃત સાંસદ રમેશભાઈ ધડૂક દ્વારા માનનીય કૃષિ મંત્રી ને પત્ર લખી રજૂઆત કરાય કે આવી સ્કીમ ગુજરાતમાં ફરીથી ચાલુ કરો .
(જીજ્ઞેશ પટેલ – માણાવદર)