સ્ત્રીઓ કેશગુંફનમાં તેનો ઉપયોગ કરતી !
હા, પોપકોર્ન તો તમે સહુએ અનેક વખત ખાધી જ હોય એ મને ખ્યાલ છે પરંતુ તે મકાઈમાંથી બને છે એ સિવાય પોપકોર્ન વિશે તમે શું જાણો છો? કેટલાક લોકો પોપકોર્ન ને છેલ્લા 25 50 વર્ષ દરમિયાન આવેલું સ્નેક સમજે છે. મોટા ભાગના લોકો તેને ખાસ ગંભીરતાથી લેતા નથી અને એવું સમજે છે કે આ તો ફક્ત બાળકોનું કટક બટક છે. પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે તે મકાઈમાંથી બને છે એટલે તેમાં મકાઈના તમામ પોષક ગુણો હોય જ.
- Advertisement -
પોપકોર્ન મકાઈના દાણાને અંદરનો ફૂલેલો ભાગ છે. આ દાણામાં વિપુલ માત્રામાં સ્તરચા હોય છે. દાણાને ચોક્કસ પ્રકારે ગરમી અપાતા તે ફાટી જાય છે અને આવું રૂપ ધારણ કરે છે. આ દાણામાં ગરમ થતાં પહેલાં 14 થી 16 ટકા ભેજ હોય છે.જ્યારે આ દાણાને 200ઓ થી 400ઓ સેંટિગ્રેડ ગરમી આપવામાં આવે છે ત્યારે સ્ટાર્ચમાં રહેલો ભેજ વરાળમાં ફેરવાય છે અને તે ઉપરના આવરણને તોડી બહાર નીકળે છે. આ અંદરનો ભાગ સફેદ હોય છે અને ગરમીના કારણે ફાટતાં તે પોતાના મૂળ કદથી 20 થી 40 ગણો ફુલી કોઈ પણ આકાર ધારણ કરે છે.
જ્યારે બીજનું શેલ તૂટે છે ત્યારે તીવ્ર અવાજ થાય છે. આ ધ્વનિ “પોપ” ઉચ્ચાર જેવો હોય છે. તે મકાઈ એટલે કે કોર્નમાથી બને છે એટલે ઙજ્ઞા જ્ઞર વિંય ભજ્ઞક્ષિ અર્થાત પોપકોર્ન! તો આમ પડ્યું હતું તેનું નામ! પોપકોર્ન ઘણી ખરી મજા તે બનતા હોય ત્યારે આ અવાજ સાંભળવામાં જ છે. તેને બનતા આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. એક નાનો કડક પીળો દાણો પોપ કરતા ફૂટે છે અને અચાનક સફેદ અને ભૂખરા રંગની પોચી મોટી ખાદ્ય વસ્તુમાં ફેરવાઈ જાય છે આ નિહાળવામાં તે ઉંમરે એક અનોખો રોમાંચ હોય છે. વાસ્તવમાં આ જે રોમાંચ આપણે બાળપણ અને યુવાવસ્થામાં માણ્યો છે તે રોમાંચ સદીઓ પહેલાંની પેઢીઓની પેઢીઓ પોપકોર્ન મૂળ પશ્ર્ચિમ ગોળાર્ધના દેશોમાં છે. પુરાતત્વવિદોના સંશોધનો મુજબ પશ્ર્ચિમમાં હજારો વર્ષ પહેલાં પણ પોપકોર્ન ખાવાનું ચલણ હતું. મેક્સિકોમાં, પોપકોર્નના આશરે 5900 વર્ષ પહેલાના અવશેષો મળી આવ્યા હતા.
યુરોપિયન સંશોધકોએ નોંધ્યું છે સદીઓ પહેલા પણ ભારતીયો પોપકોર્ન નો ઉપયોગ ખાવામાં તેમજ ધાર્મિક વિધિઓમાં અને વાળની સજાવટ માટે કરતા હતા. સ્ટવ પર પોપકોર્ન બનાવવાની શરૂઆત 19મી સદીમાં થઇ હતી. અમેરિકાના શિકાગોની ક્રેતરસ કંપનીના સ્થાપક ચાર્લ્સ ક્રેતરસે 1893માં શિકાગોમાં કોલમ્બિયન વર્લ્ડ ટ્રેડ એક્સ્પોમાં આ જગતનું સહુ પ્રથમ પોર્ટબાલ પોપકોર્ન મશીન લોકો સમક્ષ વેચાણ માટે મૂક્યું હતું.
- Advertisement -
પોપકોર્નનો ઉપયોગ આજે કટક બટક તરીકે થાય છે પરંતુ સેંકડો વર્ષ પહેલાં પશ્ર્ચિમના કેટલાક દેશોની વિચરતી જાતિઓ તેનો ઉપયોગ ભોજન તરીકે અન્ય વસ્તુ સાથે કરતી હતી. એ સમયે તેનું બહોળું ચલન હોવાનું પુરાતત્વીય ઇતિહાસકારોનું કહેવું છે. તેમના કહેવા મુજબ અનાજમાંથી બનતી વસ્તુઓમાં પોપકોર્ન નું પ્રમાણ ઘણું વધુ હતું કારણ કે પ્રમાણમાં તે બનાવવી થોડી સરળ છે. 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં આજે આપણે જે રીતે ખાઈએ છીએ તે જ રીતે પોપકોર્ન ખવાતી હતી. યુરોપ અમેરિકામાં ભયંકર મંદી દરમિયાન એક સસ્તા નાસ્તા તરીકે પોપકોર્ન ની લોકપ્રિયતામાં જબ્બર ઉછાળો આવ્યો હતો. અનેક લોકો ફકત પોપકોર્ન ખાઈને જ સુઈ જતા હતા. આમ જ્યારે બીજા અનેક ધંધા પડી ભાંગ્યા ત્યારે પશ્ર્ચિમમાં પોપકોર્ન નો ધંધો ખીલી ઉઠ્યો હતો. અનેક ખેડૂતો માટે તે આવકનો સ્ત્રોત બન્યો, અમેરિકાની તે સમયની પ્રખ્યાત પોપકોર્ન બ્રાન્ડ રેડાંબકાર નો તેમાંથી જ ઉદય થયો હતો. અમેરિકાના તે સમયના મિડવેસ્તરન થીએટર ગ્રુપના માલિક ગ્લેન દિકિંસને પોતાના થિયેટરોમાં પોપકોર્ન મશીન મૂક્યા ત્યારે તેને એટલી સફળતા મળી કે પોતાના સલાહકારોની સલાહથી તેણે મકાઈના મોટા મોટા ફાર્મ ખરીદી લઈ થિયેટરોમાં તેની પોપકોર્ન વેચાણ વધારવા ટિકિટોના ભાવ સાવ ઉતારી નાખ્યા હતા. તેની પોપકોર્ન ની આવક થીયેતરની આવક કરતા અનેક ગણી વધી ગઈ હતી. બીજા વિશ્ર્વ યુધ્ધ દરમિયાન ખાંડનું વેચાણ રેશનિંગ હેઠળ મુકાઈ જતા અમેરિકામાં કેન્ડી સહિત અનેક ફૂડ પ્રોડક્ટ્સ નું ઉત્પાદન અટકી ગયું હતું. તે સમયે પોપકોર્ન એક અતિશય લોકપ્રિય બ્રેકફાસ્ટ વાનગી બની ગઈ હતી અને તેના વેચાણમાં પાંચ ગણો વધારો થયો હતો.
1950માં ટેલિવિઝન ના આગમન સાથે અમેરિકા અને યુરોપમાં લોકો થીયેટરમાં ફિલ્મ જોવા જતા બંધ થયા જેવું થઈ ગયું હતું. તેના કારણે પોપકોર્ન નો કારોબાર પણ પડી ભાંગ્યો હતો. જોકે ત્યાર બાદ ઘરમાં ટીવી જોતા જોતા ઘરે બનાવેલી પોપકોર્ન ખાવાનું
પોપકોર્ન બનાવવાનું પહેલું મશીન 1893માં શિકાગોની બજારમાં મૂકાયું હતું
ચલન શરૂ થાય પોતે ગુમાવેલી લોકપ્રિયતા તેણે પૂન: પ્રાપ્ત કરી હતી.1980 ના દાયકાની શરૂઆતમાં માઇક્રોવેવ ઓવેન આવતા ઘરે બનાવેલી પોપકોર્ન ના ઉપયોગમાં અકલ્પ્ય વધારો થયો હતો. ભારતમાં છેલ્લા અનેક દાયકાઓથી પોપકોર્ન નું એક સરખું જ વેચાણ ચાલ્યું આવે છે. આપણે ત્યાં પોપકોર્ન ના ધંધામાં કોઈ મોટી કંપની નથી અને તે એક ગૃહઉદ્યોગ ની જેમ ચાલે છે. બાળકોમાં પોપકોર્ન ની હજુ ઠીક ઠીક લોકપ્રિયતા છે. લોકો પિકનિક માં તે વધુ ખાય છે.
અમેરિકામાં હજુ અત્યારે પણ પોપકોર્ન લોકપ્રિય છે અને વર્ષે 14 બિલિયન કવાર્ત ના ઉત્પાદન સાથે વિશ્ર્વમાં નંબર 1 છે.
ધ પોપકોર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા ના અહેવાલ મુજબ મુજબ, આશરે 70 ટકા ઘરમાં (હોમ પોપ અને પ્રિ-પોપ) અને લગભગ 30 ટકા ઘરની બહાર (થિયેટરો, સ્ટેડિયમ, શાળાઓ, વગેરે) ખાય છે. નાસ્તા તરીકે, પોપકોર્ન સામાન્ય રીતે બટર અને મીઠું ચડાવેલું હોય છે. અમેરિકા અને પશ્ર્ચિમના અન્ય દેશોમાં તે વિવિધ સ્વાદ અને રંગીન કેન્ડી સીરપ સાથે ચમકદાર રંગોમાં પણ મળે છે. અમેરિકામાં પોપકોર્નનું મહત્તમ ઉત્પાદન ઇલિનોઇસ, ઇન્ડિયાના, કેન્સાસ, કેન્ટુકી, મિશિગન, મિસૌરી, નેબ્રાસ્કા અને ઓહિયો છે.
પોપકોર્નનો ઉપયોગ આજે કટક બટક તરીકે થાય છે પરંતુ સેંકડો વર્ષ પહેલાં પશ્ર્ચિમના કેટલાક દેશોની વિચરતી જાતિઓ તેનો ઉપયોગ ભોજન તરીકે અન્ય વસ્તુ સાથે કરતી હતી
2004થી પોપકોર્ન ઇલિનોઇસ રાજ્યનું ઓફિસિયલ સ્નેક છે
બેર્કોની પોપકોર્ન વિશ્ર્વની સહુથી મોંઘી પોપકોર્ન છે. તેના લગભગ 1 કિલોના પેકની કિંમત 100 જેવી હોય છે. તેના 6.5 ગેલન પેકની કિંમત 1000 ડોલર જેટલી હોય છે. વિશ્ર્વભરમાંથી એકત્રિત કરવામાં આવેલા ઉત્તમ ઘટકોમાંથી બનાવેલ, સૌથી મોંઘુ પોપકોર્ન કારામેલ, વર્મોન્ટ ક્રીમેરી, લાઇસો જે વિશ્ર્વનું સૌથી મોંઘુ મીઠું છે, નીલ્સન મેસી બોર્બોન વેનીલા અને 23 કેરેટ ખાદ્ય ગોલ્ડ ફ્લેક્સ માટે ઓર્ગેનિક સુગરથી બનેલું હોય છે.
સૌથી મોટા પોપકોર્ન બોલનું વજન 1,552.64 કિલો (3,423 પાઉન્ડ) હતું અને તે 29 સપ્ટેમ્બર 2006 ના રોજ અમેરિકાના ઇલિનોઇસ, લેક ફોરેસ્ટ, લેક ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
સૌથી મોટા પોપકોર્ન શિલ્પનું કદ 6.35 મીટર (20 ફૂટ 10 ઇંચ) 3.88 મીટર (12 ફૂટ 9 ઇંચ) પહોળું અને વજન 5,301.59 કિગ્રા હતું. 27 ઓગસ્ટ 2006 ના રોજ અમેરિકાના જમૈકામાં શ્રી ચિન્મોય સેન્ટરના 50 ભક્તોએ તે બનાવ્યું હતું. શિલ્પ 5 ટાયર્ડ હતું.ભારતીય મૂળના ચિરાગ ગુપ્તાએ 2013માં અમેરિકામાં 4700 ઇઈ નામથી પોપકોર્ન બ્રાન્ડ બજારમાં મૂકી હતી. 19મી જાન્યુઆરી નો દિવસ અમેરિકામાં નેશનલ પોપકોર્ન ડે તરીકે ઉજવાય છે.