ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ. શહેરી વિકાસ યાત્રાને વધુ વેગ આપવા માટે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોન ધવલ પંડ્યાના અધ્યક્ષસ્થાને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બન્ને જિલ્લાના ધારાસભ્યો, નગરપાલિકાઓના પ્રમુખો, ચીફ ઓફિસરો અને અન્ય અધિકારીઓએ ભાગ લીધો હતો.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે “અર્નિંગ વેલ, લિવિંગ વેલ”ના મંત્ર સાથે નાના-મોટા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો રોડમેપ તૈયાર કરાયો છે. આ બેઠકમાં ધારાસભ્યો અને પદાધિકારીઓએ વિવિધ લોકપ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં બાકી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ, જૂની ગટરલાઇન શરૂ કરવા અને ગઢની રાંગની દીવાલનું નવીનીકરણ, પીવાના પાણી, ગંદકી અને રોગચાળાના મુદ્દા, નગરપાલિકાઓમાં કાયમી સ્ટાફની નિમણૂક, પેન્ડિંગ દરખાસ્તો અને જીયુડીસી દ્વારા અમલીકૃત કામોની પ્રગતિ, પ્રિ-મોન્સૂન કામગીરી અને આંગણવાડીના નિર્માણ, વિકાસકાર્યોની સમીક્ષા અને માર્ગદર્શન બેઠકના બીજા ભાગમાં, તમામ ચીફ ઓફિસરો સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, 15મા નાણાંપંચની ગ્રાન્ટ, અને અમૃત 2.0 યોજના હેઠળના કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.