જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકનું મળીને સવારના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી પ્રથમ બે કલાકમાં કુલ 8.55 ટકા મતદાન નોંધાયું છે.
વિધાનસભા મત વિસ્તાર દીઠ જેમાં 76-કાલાવડમાં 11.86ટકા, 77- જમનગર ગ્રામ્યમાં 9.60 ટકા, 78- જામનગર ઉત્તરમાં 8.12ટકા, 79-જામનગર દક્ષિણમાં 7.49 ટકા, 80-જામજોધપુરમાં 9.74ટકા, 81-ખંભાળીયામાં 7.75 ટકા અને 82-દ્વારકામાં 6.17ટકા મતદાન નોંધાયું છે.
- Advertisement -
જામનગર શહેર અને જિલ્લામાં આવેલી જુદી જુદી ધાર્મિક સેવા સંસ્થાના ગાદીપતિઓ, ઉપરાંત સંતો- મહંત અને રાજકીય મહાનુભાવોએ આજે સવારે પોત પોતાના મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. કેટલાક રાજકીય અગ્રણીઓએ પોતાના પરિવારની સાથે મતદાન કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું છે.
જામનગરના લીમડાબેન વિસ્તારમાં આવેલા આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજએ આણદાબાવા આશ્રમમાં આવેલા મતદાન મથક પર જઈને મતદાન કર્યું હતું, અને લોકશાહીનું પર્વ ઉજવ્યું છે.
- Advertisement -
આ ઉપરાંત પ્રણામી સંપ્રદાયના ગાદીપતી પરમ પૂજ્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું.
લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાએ કાલાવડ તાલુકાના જસાપર ગામમાં આવેલા મતદાન મથક પર પોતાનો મત આપીને લોકશાહીનું પર્વ ઉજવ્યું છે.
જામનગર શહેર જિલ્લાના રાજકીય આગેવાનોએ પણ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ પોતાના વિસ્તારમાં આવેલા મતદાન મથક પર જઈ પરિવાર સાથે મતદાન કર્યું હતું.
તે જ રીતે 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પંચવટી વિસ્તારમાં આવેલા પોતાના મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ધ્રોલ મતદાન મથક પર વહેલી સવારે મતદાન કર્યું હતું.
જામનગર જિલ્લાના પૂર્વ કોંગી સાંસદ વિક્રમભાઈ માડમએ નવાગામ ઘેડ વિસ્તારમાં મતદાન કર્યું હતું.
જામનગરના વતની અને ખ્યાતનામ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના બહેન સને કોંગી અગ્રણી નયનાબા જાડેજાએ પણ આજે જામનગરમાં મતદાન કર્યું હતું.
જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ એ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ મનાવ્યું
જામનગરની મોટી હવેલીમાં પરમ પૂજ્ય હરિરાયજી મહોદય, શ્રી વલ્લભરાયજી મહોદય, શ્રી રસાદ્રરાયજી મહોદય તથા સમગ્ર પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. તે જ રીતે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પોતાના ગામમાં મતદાન મત કર્યું હતું. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ સાપરીયાએ જામજોધપુરમાં મતદાન કર્યું હતું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમતભાઈ ખવા એ પણ વહેલી સવારે મતદાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરાએ વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલા મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કર્યું હતું. જયારે જામનગર મહાનગરપાલિકાના સ્ટમદિન કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ સત્યસાઈ સ્કૂલમાં પરિવાર સાથે મતદાન કરી લોકશાહીનું પર્વ મનાવ્યું છે. જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાએ વિકાસ ગૃહ માં આવેલા મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.