ગોંડલ
- Advertisement -
ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામે રહેતા અને દાસી જીવણ મંદિરની જગ્યામાં સેવા પૂજા નું કામ કરતા શામળદાસ મંગળદાસ સોલંકી ઉંમર વર્ષ 54 વાળાઓને ગામના આગેવાન રાજુ છગનભાઈ ચોવટીયા એ વાછરા રોડ પર આંતરી ઢીકા પાટુ નો માર માર્યો હતો અને તેની સાથેના બે શખ્સો મોટર સાયકલ માં ગૌશાળા એ મૂકી ગયા હતા ગંભીર રીતે ઘવાયેલા શામળદાસ ને તેના સંતાનો સારવાર માટે સરકારી દવાખાને લાવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 504 506 2341 તથા ટ્રસ્ટી એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
શામળદાસ એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઘોઘાવદર ગ્રામ પંચાયને 14માં નાણાપંચના રૂપિયા ફાળવવામાં આવેલા હોય જેમાં રાજુ ચોવટીયા દ્વારા વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ કરાયેલું તેઓને ધ્યાન આવતા તેઓ દ્વારા તાલુકા પંચાયતમાં આર.ટી.આઈ કરવામાં આવી હોય જેનો ખાર રાખી રાજુ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને અરજીઓ પાછી ખેંચી લેવાના દબાણ કરવામાં આવ્યું હતું