વિરાટ કોહલીએ IPL 2023ની સતત બીજી સદી ફટકારતાની સાથે જ સ્ટેન્ડ તરફ બેટ બતાવ્યું, જ્યાં તેની પત્ની અનુષ્કા શર્મા તેના ફ્લાઇંગ કિસનો વરસાદ કરતી જોવા મળી હતી.
કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક મહિલા હોય છે અને આવું જ દ્રશ્ય IPLમાં રવિવારે રાત્રે પણ જોવા મળ્યું હતું. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર IPL 2023ની સતત બીજી સદી ફટકારી. વિરાટ, જેણે 61 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 101 રન બનાવ્યા, તેણે સદી ફટકારતાની સાથે જ સ્ટેન્ડ તરફ બેટ બતાવ્યું, જ્યાં તેની પત્ની અનુષ્કા શર્મા તેના પ્રેમનો વરસાદ કરતી જોવા મળી હતી.
- Advertisement -
હાલ તેનો એક વિડીયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે જેમાં ભારતના શ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ પર એક પછી એક કેટલી ફ્લાઈંગ કિસ વરસાવી રહી છે. ચાહકોને પણ આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા દરેક મેચ દરમિયાન વિરાટને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમમાં આવે છે. છેલ્લી મેચમાં પણ સદી ફટકાર્યા બાદ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કોહલી મેદાનમાંથી અનુષ્કા સાથે વીડિયો કોલ કરીને વાત કરી રહ્યો હતો.
Anushka Sharma being by the side of Virat Kohli is special. The strongest support system of this man ❤️ pic.twitter.com/6xqbscF4Dw
— Pari (@BluntIndianGal) May 21, 2023
- Advertisement -
જણાવી દઈએ કે વિરાટ કોહલીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વિરૂદ્ધ 61 બોલમાં 101 રનની ઇનિંગ રમી જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ વાયરલ વીડિયોમાં ફેન્સ કોમેન્ટ કરીને અનુષ્કા શર્માના વખાણ કરી રહ્યા છે. અનુષ્કા શર્માને શ્રેષ્ઠ પત્ની પણ ગણાવી. જો કે સદી ફટકાર્યા બાયડ હાર્દિક પંડયા કોહળીને ગળે મળ્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામેની પ્લેઓફ માટેની અત્યંત મહત્વની મેચમાં પોતાની સદી સાથે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તેની સાતમી સદી હતી, જેની સાથે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. શિખર ધવન અને જોસ બટલર સતત બીજી સદી ફટકારીને ખાસ ક્લબમાં સામેલ થઈ ગયા છે.
𝗨𝗡𝗦𝗧𝗢𝗣𝗣𝗔𝗕𝗟𝗘 🫡
Back to Back Hundreds for Virat Kohli in #TATAIPL 2023 👏🏻👏🏻
Take a bow 🙌 #RCBvGT | @imVkohli pic.twitter.com/p1WVOiGhbO
— IndianPremierLeague (@IPL) May 21, 2023