વેક્સિન-સ્વચ્છતા, ગર્ભાવસ્થા દરમિયાનની કાળજી સહિતની માહિતી આપવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.15
- Advertisement -
આંકોલવાડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર) દ્વારા અમલીત સેલ્ફ કેર પ્રોજેકટ (ન્યુ મોમ્સ અને કિડ્સ અંડર 5) ગીર સોમનાથ દ્વારા માતૃ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજી અને વિવિધ જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં વેક્સિન-સ્વચ્છતા, ગર્ભાવસ્થા દરમિયાનની કાળજી સહિત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછારે જણાવ્યું હતું કે, નિ:સ્વાર્થ અને પ્રેમાળ વ્યક્તિ એટલે કે માતા. જનમ્યાંની ક્ષણથી, આપણી માતાઓ આપણી સુખાકારી માટે પોતાનું સમગ્ર સમર્પિત કરી દે છે, માતાનો પ્રેમ શુદ્ધ, બિનશરતી હોય છે. માતા એ આપણી પ્રથમ શિક્ષક, માર્ગદર્શક અને પથ પ્રદર્શિત કરનાર હોય છે. જેથી માતાઓ અને બાળકોમાં સ્વાસ્થ્યલક્ષી જાગૃતિ હોવી અત્યંત જરૂરી છે.