2016માં ઢાકામાં થયેલા આતંકી હુમલા બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા નોંધાયેલા કેસ બાદ ઇસ્લામિક ઉપદેશક ભારત છોડીને ભાગી ગયો. ત્યારથી તે મલેશિયામાં રહે છે.
ઝાકિર નાઇક 1 ઓક્ટોબરે પાકિસ્તાન પહોંચ્યો અને 28 ઓકટોબર સુધી ત્યાં જ રહેવાનો છે. તેને કરાચીમાં સમર્થકોને સંબોધિત કરતા કહ્યું. ‘જ્યારે હું પાકિસ્તાન આવતો હતો ત્યારે અમારા સમાનાનો વજન 1000 કિલોગ્રામ હતો. મે PIAના CEO સાથે વાત કરી. સ્ટેશન મેનેજરે મને આશ્વાસન આપ્યું કે તે મારી માટે કઈ પણ કરવા તૈયાર છે. જ્યારે મે તેને કહ્યું કે મારી પાસે 500 થી 600 કિલો વધારે સમાન છે અને મારી સાથે 6 લોકો યાત્રા કરી રહ્યા છે ત્યારે તેમણે મને 50%ની છૂટ આપી. પછી મે તેમણે કહ્યું કે સામાનને મફતમાં આપી દો અથવા છોડી દો અને મી છૂટ લેવાની ના પાડી દીધી.
- Advertisement -
ઝાકિર નાઇકે દાવો કર્યો છે કે જ્યારે કોઈ ગેર-મુસ્લિમ તેને ભારતમાં દેખાય છે તો તે તેને મફતમાં જવા દે છે. તેને પૂછ્યું કે, ‘આ ભારત છે જ્યારે લોકો ડો. ઝાકિર નાઇકને જુએ છે અને 1000 થી 2000 કિલો વધારાના સમાન પર ચાર્જ માફ કરી કરે છે. પરંતુ પાકિસ્તાનમાં હું સરકારનો મહેમાન છું અને મારા વિઝા પર રાજ્યના અતિથિ લખેલું છે. છતાં PIA CEO મને 50%ની છૂટ આપે છે?’
ઝાકિર નાઈકે ફરિયાદ કરી કે એરલાઇન્સે તેને દર કિલો વધારાના સમાન માટે 101 મેલેશિયાઈ રિગીટ ચાર્જ કર્યા. તેને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘મને ખૂબ દુઃખ થયું કે PIA મને રાજકીય અતિથિના રૂપે 300 કિલો વધારાનો સામાન લઈ જવાની પણ પરમિશન ન આપી.’
તેને કહ્યું, ‘મારે છૂટ નથી જોઈતી. મને સાચું બોલવામાં દુખ થાય છે પણ પાકિસ્તાનમાં આ જ સ્થિતિ છે. જ્યારે ભારતમાં કોઈ હિન્દુ મને જુએ છે ત્યારે કહે છે કે ડો નાઇક હંમેશા સાચું બોલશે. આજની તારીખમાં પણ ભારત ખોટું નથી, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ખોટા છે. ભારતમાં મને જે સન્માન મળે છે, પાકિસ્તાનમાં પણ લોકો મને પસંદ કરે છે.’
- Advertisement -
જણાવી દઈએ કે 2016માં ઢાકામાં થયેલા આતંકી હુમલા બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા નોંધાયેલા કેસ બાદ ઇસ્લામિક ઉપદેશક ભારત છોડીને ભાગી ગયો. ત્યારથી તે મલેશિયામાં રહે છે. ભારતે તેને પ્રત્યર્પણ કરવા વિનંતી કરી છે પરંતુ મલેશિયા તરફથી અત્યાર સુધી કોઈ જવાબ નથી મળ્યો. તેને ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પ્રતિબંધ લાગયો છે અને તેનો પાસપોર્ટ રદ કર્યો છે.