માતા, પિતા અને પુત્રી પર હુમલો કરતાં પિતાનું ઘટના સ્થળે મોત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ધ્રાંગધ્રા શહેર ફરી એક વખત રક્ત રણજીત સાબિત થયું છે જેમાં આ વખતે બે સગાભાઇઓ દ્વારા પિતાના જ વિસ્તારના રહેતા એક પરિવાર પર છરી વડે હુમલો કરી પરિવારના મોભીની હત્યા નિપજાવી હતી જોકે સ્થાનિક પોલીસ દ્વારા બંને ભાઈઓને તાત્કાલિક ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રલય વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના બક્ષીશેરી વિસ્તાર નજીક રહેતા કલ્પેશભાઈ રમણીકભાઇ પારેખ અને તેઓના પરીવાર સાથે આ વિસ્તાર નજીક રહેતા ઉદય વ્યાસ અને પાર્થ વ્યાસ સાથે અગાઉ કોઈ બાબતે માથાકુટ થઈ હતી જે અંગે બંને ભાઈઓ દ્વારા મનદુ:ખ રાખી તાલુકા શાળા નંબર એક નજીક ધાબડી માતાજીના મંદિર પાસે ગત મોડી સાંજે કલ્પેશભાઈ પારેખ, પત્ની નિશાબેન પારેખ તથા પુત્રી ક્રિષ્નાબેન પારેખ પર છરી વડે હુમલો કર્યો હતો જે હુમલામાં કલ્પેશભાઈ પારેખને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પત્ની અને પુત્રીને પણ ઈજાઓ પામી હોવાથી યિંસક્ષય તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ તરફ બંને ભાઈઓ હત્યા નિપજાવી નાશી ગયા હતા જે અંગે સ્થાનિક પોલીસને જાણ થતા જ ડીવાયએસપી તથા પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી બંને ભાઈને તાત્કાલિક શહેરી વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. પોલીસે હત્યા નિપજાવનાર બંને ભાઈઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી પણ હાથ ધરી હતી. જ્યારે હત્યાની ઘટનાને લઈ ધ્રાંગધ્રા પંથકમાં પણ ચકચાર મચી જવા પામ્યો હતો.