ડો.મિતુલ ત્રિવેદી સાથે તેના સ્કૂલના શિક્ષક અર્જુન પટેલ વાતો કરતા ભાવુક થયા
તમે શીખવાડેલા ગણિતના સૂત્રો આજે કામ આવ્યા: ડો.મિતુલ ત્રિવેદી
- Advertisement -
તારી સફળતાએ હિન્દુસ્તાનને દુનિયાના નક્શામાં આગવું સ્થાન આપ્યું: શિક્ષક
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે ચંદ્રયાન-3એ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ કરતા એક ઈતિહાસ સર્જી દીધો છે. જેને લઈને દેશભરમાં એક ઉત્સવનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ ચંદ્રયાન -3ની ડિઝાઈન તૈયાર કરનાર સુરતના ડો.મિતુલ ત્રિવેદી અને તેના સ્કૂલના શિક્ષક અર્જુન પટેલની એક એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં શિક્ષક ખૂબ જ ભાવુક થઈ જાય છે. ચંદ્રયાન-3ની ડિઝાઈન એક ગુજરાતીએ તૈયાર કરી છે. તે જાણીને લોકોમાં ખુશીનો માહોલ બેવડાયો છે. ગુજરાતીઓ ગર્વ લઈ શકે તે રીતે સુરતના વૈજ્ઞાનિક પાયાની ભૂમિકા ભજવી રહ્યાં છે. સુરતના ડો.મિતુલ ત્રિવેદીએ ચંદ્રના સાઉથ પોલની અવશાયાત્રાએ જનારા ચંદ્રયાનની ડિઝાઈન તૈયાર કરી છે. જેને લઈને તેના શિક્ષક અર્જુન પટેલે ફોન કરી શુભેચ્છા પાઠવી હતી. જેમાં તે જણાવે છે કે, આજે મને ખૂબ જ ગર્વ છે તારા પર મિતુલ, સામે ડો.મિતુલ પણ જણાવે છે કે ચંદ્રયાન સફળ થયા બાદ પ્રથમ ફોન તમને કરૂ છું તમે શીખવેલા ગણિતના સૂત્રો મને હજું યાદ છે જે મને હવે બધુ કામ લાગે છે. શિક્ષક કહે છે કે, મને ચંદ્રયાનમાં તુ જ દેખાય છે મારા દીકરા મે તને ખૂબ જ યાદ કર્યો. મારી આંખમાં હાલ હરખના આસું આવી રહ્યા છે. વધુમાં શિક્ષક જણાવે છે કે, તારી સફળતાએ આજે હિન્દુસ્તાનને દુનિયાના નકશામાં મુકી દીધું છે. તેનો ડંકો વાગી રહ્યો છે. તુ ક્યાંથી ક્યાં પહોંચી ગયો. તુ ચંદ્ર પર જ છે તેવું લાગે છે. ત્યારે મિતુલ કહે છે કે, છેલ્લા કેટલાય વર્ષોની મહેનત કરતો હતો હવે હું દુનિયાની સામે આવીશ. તમારા આશીર્વાદથી મને આટલી સફળતા મળી છે. ડો.મિતુલની જો વાત કરીએ તો અમેરિકાની નાસા કંપનીના ઓરિયન નામના સ્પેસશીપની ડિઝાઈન તૈયાર કરી છે. જે ભારતના પ્રાચીન રૂકમ વિમાનના આધાર પર તૈયાર કરવામાં આવ્યું હતું.
ચંદ્ર પર ચમકયું રાજકોટ: ચંદ્રયાન માટે શાપર- મેટોડાની કંપનીએ બનાવ્યા પાર્ટ્સ
ચંદ્રયાન-3ના અમુક પાર્ટ્સ રાજકોટમાં બન્યા છે જે રાજકોટ માટે ગૌરવની વાત છે. રાજકોટના એન્જિનિયરિંગ કૌશલ્યનો પણ નોંધપાત્ર ફાળો રહેલો છે. રાજકોટની બે એન્જિનિયરિંગ કંપનીએ ચંદ્રયાન માટે મહત્વપૂર્ણ પાર્ટ્સ બનાવીને ચંદ્ર પરની યશકલગી ઉમેરી છે. શાપર વેરાવળમાં આવેલી ટર્બો કાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મેટોડામાં આવેલી શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ એલએલપીએ એન્ટેના રોટર, નોઝલ બ્લોક, ઇન્ડયુઝસ કે જે એન્જિન પ્રપોઝલ સિસ્ટમ માટે વાપરવામાં આવે છે તે તમામ એન્જિનિયરિંગ પાર્ટનું ઉત્પાદન કર્યું છે. તેમજ સુપર ક્રિટિકલ કમ્પોન્ટન્ટ કે જે અવકાશ યાનની ઊંચાઈ માટે બનાવાય છે તે શ્રીરામ એરોસ્પેસ દ્વારા બનાવાયું છે. (સૌજન્ય: મિતલ વોરા)
- Advertisement -
ગુરુ-શિષ્યની ફોન પરની વાતચીત, બન્નેનો પ્રેમ અને આદર સાંભળવા અહીં ક્લિક કરો…