કોઠારીયા રોડ પરની આશાપુરા ગરબી મંડળ દ્વારા આયોજન
મંગળવારે શરદપૂનમની રાત્રે આખ્યાન રજૂ થશે
રાજકોટની સર્વે જનતાને પધારવા ગરબી મંડળ આયોજકો દ્વારા ભાવભર્યુ આમંત્રણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આશાપુરા ગરબી મંડળ છેલ્લા 14 વર્ષથી પ્રાચીનતાને જાળવી રાસ-ગરબા આખ્યાન નાટક વગેરેનું આયોજન કરે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવે-નવ નોરતા દરમિયાન ખૂબ જોરદાર આયોજન કરવામાં આવ્યું. જેમાં રા’નવઘણ અને બેન જાહલની ચિઠ્ઠીનું આખ્યાન તેમજ શરદપૂનમની રાત્રે તા. 7-10-25 ને મંગળવારના રોજ રાત્રે 10 વાગે રજૂ કરવામાં આવશે.
સોમનાથની સખાતે વીર હમીરજી ગોહિલનું ભવ્ય આખ્યાન, એ પણ નાની-નાની બાળાઓ દ્વારા શબ્દોની છટા સાથે રજૂ કરવામાં આવશે. ધર્મપ્રેમી જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટની સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા ગરબી મંડળ આયોજકો દ્વારા ભાવભર્યુ આમંત્રણ છે. જેનું સ્થળ છે ન્યુ ગણેશ સોસાયટી શેરી નં. 10-2નો ખૂણો, વિવેકાનંદ સ્કૂલવાળી શેરી, કોઠારીયા મેઈન રોડ રાજકોટ ખાતે રજૂ કરવામાં આવશે.