મોદી મંત્રીમંડળનું આજે મહાવિસ્તરણ
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 6 વાગે કેબિનેટનું વિસ્તરણ કરવાના છે. આજે કુલ 43 મંત્રી શપથ લે એવી શક્યતા છે, એમાંથી 24 નામ ફાઈનલ થઈ ગયાં છે. એની સાથે જ અમુક મંત્રીઓને હટાવવાનું નક્કી કરી લેવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ, મહિલા બાળ વિકાસના મંત્રી દેબો ચૌધરી, રસાયણમંત્રી સદાનંદ ગૌડા અને શ્રમ રાજ્યમંત્રી સંતોષ ગંગવારે રાજીનામું આપી દીધું છે. કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતે મંગળવારે જ રાજીનામું આપી દીધું છે.
ફાઈનલ થયેલાં નવા ચહેરા
– જ્યોતિરાદિત્ય સિંધિયા
– સર્વાનંદ સોનોવાલ
– પશુપતિ નાથ પારસ
– નારાયણ રાણે
– ભૂપેન્દ્ર યાદવ
– કપિલ પાટીલ
– મીનાક્ષી લેખી
– રાહુલ કસાવા
– અશ્વિની વૈષ્ણવ
– શાંતનુ ઠાકુર
– વિનોદ સોનકર
– પંકજ ચૌધરી
– છઈઙ સિંહ (JDU)
– દિલેશ્વર કામત (JDU)
-ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશી (JDU)
– રામનાથ ઠાકુર (JDU)
– રાજકુમાર રંજન
– ઇ.ક.વર્મા
– અજય મિશ્રા
– હિના ગાવિત
– શોભા કરંદલાજે
– અજય ભટ્ટ
– પ્રીતમ મુંડે