સોશિયલ મીડિયા પર ઘણા સેલિબ્રિટિના લુક લાઈક છવાયેલા રહે છે. અજય દેવગણથી લઈને સલમાન ખાન, સંજય દત્ત સુધીના ઘણા સેલેબ્સના ડુપ્લિકેટ વાયરલ થયા છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે અને તે છે ઐશ્વર્યા રાય બચ્ચનનું. જી હા, ઐશ્વર્યા રાયના લુક લાઈકના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ખાસ વાત એ છે કે બંને વચ્ચે એટલી સામ્યતા છે કે પહેલી નજરે કોઈ પણ દગો ખાઈ શકે છે.
યુઝર્સ કહી રહ્યા છે યંગ ઐશ્વર્યા
જો કે, આ પહેલીવાર નથી જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચનની ડુપ્લિકેટ સોશિયલ મીડિયા પર છવાઈ છે. આ પહેલા પણ ઘણી છોકરીઓને ઐશ્વર્યાની લુકલાઈક બનીને સામે આવી છે. પરંતુ, આશિતા રાઠોડને જોયા પછી, કોઈ પણ તેના અને ઐશ્વર્યા વચ્ચે પહેલી નજરમાં ઓળખ કરી શક્યું નહીં. આશિતાને જોયા બાદ યુઝર્સ તેને યંગ ઐશ્વર્યા રાયને કહી રહ્યા છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
આંખો-વાળ પર મળે છે ઐશ્વર્યા સાથે
આશિતાની આંખો, વાળ બધું જ ઐશ્વર્યાને મળે છે. જેના કારણે તે સોશિયલ મીડિયા યુઝર્સની વચ્ચે ચર્ચામાં છે. તેની તસવીરો, વીડિયો યુઝર્સમાં એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે દરેક જગ્યાએ તેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તે સોશિયલ મીડિયા સેન્સેશન પણ બની ગઈ છે. વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સ તેમના વખાણ કરતા થાકતા નથી.
View this post on Instagram
વધી રહ્યા છે આશિતાના ફોલોઅર્સ
ઐશ્વર્યા રાયના આવા જ લુકને કારણે આશિતાના ફોલોઅર્સ દિવસેને દિવસે વધી રહ્યા છે. અત્યાર સુધીમાં, તેના Instagram પર 255K ફોલોઅર્સ છે. આશિતા પણ તેના લુકને લઈને ફેન્સને ઘણી વાર કન્ફ્યુઝ કરે છે. તે ઐશ્વર્યાની હમશક્લ બનીને વાહવાહી લુંટી રહી છે.