રાજકોટમાં પોલીસ તેમજ સદ્દભાવના વૃદ્ધાશ્રમ સહિતની સંસ્થાઓ દ્વારા 6 એપ્રિલ 2025ના રોજ ‘સાયક્લોફન’ નામના કાર્યક્રમનું આયોજન
સાયક્લોફનમાં રજીસ્ટ્રેશન માટે 2 એપ્રીલ છેલ્લી તારીખ છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે રોટરી રાજકોટ મીડ ટાઉન, રાજકોટ સાયકલ ક્લબ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર પોલીસ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ સહિતની સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ 2025 ના રોજ ’સાયક્લોફન’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સાયકલીંગ કરવું વ્યક્તિની તંદુરસ્તી માટે આશીર્વાદરૂપ ગણાય છે. તેમાંય શરીરને તંદુરસ્ત રાખવા કસરત ખુબ જરૂરી છે જેમાં સાયકલીંગ ને સર્વશ્રેષ્ઠ કસરત ગણાય છે. ફિટ ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના ઉદેશને ચરિતાર્થ કરવા આ વર્ષે થીયા થીયરી એજ્યુકેશન પ્રસ્તુત રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સાયકલ ક્લબની સાથે શહેરના સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા મળીને ગુજરાત પોલીસ અને આત્મિય યુનિવર્સિટીના સમર્થન સાથે આગામી 6 એપ્રીલને રવિવારે રાજકોટમાં સૌથી મોટો સાયક્લોફન કાર્નિવાલ યોજવામાં આવી રહી છે જેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
આ સાયક્લોફનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશ શરૂ થઇ ગયું છે. આગામી તા. 2 એપ્રીલ 2025 ના રોજ રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટે ૂૂૂ.ભુભહજ્ઞરીક્ષ.જ્ઞલિ ઊપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જ્યારે ઓફ લાઇન રજીસ્ટ્રેશન માટે રોટરી મીડટાઉન લાઇબ્રેરી, અમીન માર્ગ અને રોટરી લલિતાલય હોસ્પીટલ, પેટ્રીયા સુટ્સ ની સામે,જુના એરપોર્ટ રોડ ઉપર સંપર્ક કરવાનો રહેશે. અહિં રજીસ્ટ્રેશન ચાલુ છે. સાયક્લોફન જેવી મોટી ઇવેન્ટમાં ભાગ લેવા તાત્કાલિક રજીસ્ટ્રેસન કરાવવું ફરજીયાત છે. સતત આઠમાં વર્ષે રોટરી રાજકોટ મીડ ટાઉન તેમજ રાજકોટ સાયકલ ક્લબ દ્વારા ’સાયક્લોફન’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સાયકલ ક્લબના ફાઉન્ડર દિવ્યેશ અઘેરાના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે ’ગ્રીન રાજકોટ’ બનાવવાના ક્ધસેપ્ટ સાથે ’સાયક્લોફન’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક પાર્ટિસિપેન્ટના નામનું એક વૃક્ષ વાવવામાં આવશે. તેમજ સતત ચાર વર્ષ સુધી તે વૃક્ષનો કઈ રીતે ઉછેર થઈ રહ્યો છે, તેની માવજત કઈ રીતે રાખવામાં આવી રહી છે, તેના ફોટોગ્રાફ્સ મોકલવામાં આવશે. તો સાથોસાથ પાર્ટિસિપેન્ટ સ્થળ ઉપર જઈ પોતાના નામનું વૃક્ષ કેવડું થયું છે તે પણ જોઈ શકશે. આગામી છઠ્ઠી એપ્રિલ 2025 ના રોજ સતત આઠમાં વર્ષે અમારા દ્વારા ’સાયક્લોફન’નું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 21 કિલોમીટરનો રૂટ રહેશે. આત્મીય યુનિવર્સિટી ખાતેથી ’સાયક્લોફન’ની શરૂઆત થશે. જે કોઈપણ વ્યક્તિને ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવું હોય તે www.cyclofun.org નામની વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવી શકે તેમ છે. તેમજ ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હોય તો અમીન માર્ગ રોડ પર આવેલી રોટરી રાજકોટ મીની ટાઉન લાઇબ્રેરી ખાતે પણ ફોર્મ ભરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પાર્ટિસિપેશનનો ચાર્જ માત્ર 170 રૂપિયા જ રાખવામાં આવ્યો છે. 14 વર્ષથી ઉપરની વયની કોઈપણ વ્યક્તિ આ ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે. તેમજ 21 કિલોમીટરની ઇવેન્ટ પૂર્ણ કરનાર તમામ પાર્ટિસિપેન્ટને આકર્ષક મેડલ પણ આપવામાં આવશે. ’સાયક્લોફન’ના રૂટ ઉપર મેડિકલ તેમજ કોલ્ડ ડ્રિંક તેમજ રિફ્રેશમેન્ટ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.