ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
ભારતના પડોશી દેશ શ્રીલંકાએ ભારતીયોને મોટી ખુશખબરી આપી છે. શ્રીલંકન સરકારની જાહેરાત મુજબ, હવે ભારત સહિત 34 દેશોના નાગરિકો વિઝા વગર શ્રીલંકામાં પ્રવેશ કરી શકશે. શ્રીલંકાએ આ વિઝા-ફ્રી એક્સેસ 1 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. આમ કરવાથી તેના પ્રવાસનને પણ હરણફાળ ગતિ મળશે.
રિપોર્ટ મુજબ શ્રીલંકન સરકારની મંત્રીમંડળે 35 દેશોને વિઝા-ફ્રી એક્સેસની સુવિધા આપવા મંજૂરી આપી છે. આ દેશોમાં ભારત, ચીન, રશિયા, અમેરિકા અને બ્રિટન જેવા દેશો પણ સામેલ છે. આ ફેરફાર પહેલી ઓક્ટોબરથી છ મહિના માટે લાગુ કરવામાં આવી રહ્યો છે.શ્રીલંકન પ્રવાસન મંત્રાલયના સલાહકાર હરિન ફર્નાન્ડોએ વધુમાં કહ્યું કે, આ નિર્ણય કોલંબોના વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારવાના પ્રયાસોનો એક ભાગ છે.
- Advertisement -
શ્રીલંકાની સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીન, રશિયા, ભારત, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના પ્રવાસીઓ માટે વીઝા ફી ન લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તે વખતે ફર્નાન્ડોએ કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં વાર્ષિક 50 લાખ પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકાર આ પાંચ દેશોમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક ધરાવે છે.
મીડિયા અહેવાલોમાં શ્રીલંકાના પ્રવાસન મંત્રી હારિન ફર્નાન્ડોને ટાંકીને કહેવાયું છે કે, પહેલી ઓક્ટોબરથી શ્રીલંકાની યાત્રા કરવા માટે 35 દેશોના નાગરિકોને વિઝાની જરૂર પડવાની નથી. આ પોલિસી છ મહિના માટે લાગુ કરવામાં આવી છે. જે દેશોને આ સુવિધાનો લાભ મળવાનો છે, તેમાં ભારત, અમેરિકા, બ્રિટન, ચીન, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, પોલેન્ડ, કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, નેપાળ, ઈન્ડોનેશિયા, રશિયા અને થાઈલેન્ડના નામ સામેલ છે. આ ઉપરાંત મલેશિયા, જાપાન, ફ્રાન્સ, કેનેડા, ચેક રિપબ્લિક, ઇટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ઑસ્ટ્રિયા, ઇઝરાયેલ, બેલારુસ, ઈરાન, સ્વીડન, દક્ષિણ કોરિયા, કતાર, ઓમાન, બહેરીન અને ન્યુઝીલેન્ડ જેવા દેશોના પાસપોર્ટ ધારકોને પણ મફત પ્રવેશ સુવિધાનો લાભ મળશે.ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના અર્થતંત્ર માટે પ્રવાસન ખૂબ જ મહત્વનું પાસું છે. આ દેશમાં વિવિધ દેશોના લાખો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. થોડા દિવસ પહેલા શ્રીલંકામાં વિઝા-ઓન-અરાઈવલની ફીમાં વધારો કરાતો હતો, જેના કારણે વિવાદ ઉભો થયો હતો. શ્રીલંકામાં વિઝા-ઑન-અરાઈવલ સુવિધાને એક વિદેશી કંપની દ્વારા હેન્ડલ કરવામાં આવતું હતું. શ્રીલંકામાં ભારત, ચીન, જાપાન, રશિયા, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના લોકો કોઈપણ ફી વગર પ્રવાસી વિઝા મેળવે છે.
ભારતીય વિદ્યાર્થીઓનો બ્રિટન તરફ મોહભંગ : સ્ટુડન્ટ વિઝા અરજી 23% ઘટી
- Advertisement -
આકરા નિયમોને કારણે બ્રિટનમાં અભ્યાસનુ આકર્ષણ વધ્યુ
વિદેશોમાં ભણવા માટે સ્ટુડન્ટ વિઝાની મંજુરીમાં ભારતીય વિદ્યાર્થીઓ મોખરે છે પણ ડેટા દર્શાવે છે કે, અન્ય દેશોમાંથી આવતા લોકો પર વધતા નિયંત્રણને કારણે ભારતના વિદ્યાર્થીઓમાં બ્રિટનની યુનિવર્સિટીમાં અભ્યાસનું આકષણ ઘટ્યું છે. વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ઉંચી ફી મેળવતી વિવિધ યુનિવર્સિટી આવા ટ્રેન્ડથી ચિંતીત છે.
બ્રિટનની હોમ ઓફિસનો ડેટા દર્શાવે છે કે, જૂન 2024 સુધીના એક વર્ષમાં ઉચ્ચ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 23 ટકા ઘટાડો નોંધાયો છે. જો કે, હજુ પણ ‘ગ્રેજયુએટ રૂટ વિઝા’ દ્વારા બ્રિટનમાં રહેવાની મંજુરી આપતા વિઝાની બાબતમાં ભારતીય વિદ્યાર્થીઓ મોખરે છે.
‘ગ્રેજયુએટ રુટ વિઝા’ વિદેશી વિદ્યાર્થીને ડિગ્રી મેળવ્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવાની મંજુરી આપે છે. મોટાભાગના સ્ટુડન્ટ વિઝાધારકો પર નિર્ભર પરિવારના સભ્યોને સાથે લાવવાના અધિકાર પર નિયંત્રણની પ્રારંભીક અસર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડા સાથે દેખાવાની શરૂ થઈ છે. ચાલુ વર્ષથી આવું નિયંત્રણ અમલી બનાવાયું હતું.
હોમ ઓફિસના જણાવ્યા અનુસાર “જૂન 2024માં પૂરા થયેલા વર્ષે ભારતના નાગરિક હોય એવા મુખ્ય અરજદારોને 1,10,006 સ્પોન્સર્ડ સ્ટડી વિઝાની મંજુરી આપવામાં આવી હતી, જે કુલ સંખ્યાના 25 ટકા છે. જો કે, અગાઉના વર્ષની તુલનામાં તેમાં 32,687 જેટલો ઘટાડો નોંધાયો છે. 2019થી 2023ના ગાળામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વૃદ્ધિનો મોટો હિસ્સો ભારત અને નાઈજીરીયાના સ્ટુડન્ટસનો હતો.
હોમ ઓફિસના ડેટા મુજબ જૂન 2024માં ગ્રેજયુએટ રુટસ દ્વારા બ્રિટનમાં રહેવાની મંજુરી મેળવનારા વિદ્યાર્થીઓમાં ભારતીયો (67,529) મોખરે હતા. મંજુર કરાયેલા આ કેટેગરીના વિઝામાં ભારતના વિદ્યાર્થીઓનો હિસ્સો 46 ટકા હતો. એપ્રિલ-જૂન 2024ના ગાળામાં ‘હેલ્થ એન્ડ કેર વર્કર’ને અપાયેલા વિઝાની સંખ્યામાં 81 ટકા ઘટાડો નોંધાયો છે.
હોમ ઓફિસમાં માઈગ્રેશન અને નાગરિકતા મંત્રી અને મૂળ ભારતીય સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘બ્રિટનની આર્થિક વૃદ્ધિ અને દેશના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં આ ક્ષેત્રો મહત્વના છે. હેલ્થકેરથી માંડી આઈટીમાં બ્રિટનમાં યોગ્ય ટ્રેનીંગના અભાવે વિદેશી પ્રોફેશનલ્સ પર મોટા પાયે નિર્ભર રહેવું પડે છે.