સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષામાં ગેરરીતિ સહિત મુદ્દે EDASની મિટીંગ મળી
યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ પોલીસ કેસ કરવાનું કહ્યું તો નિયામકે કહ્યું અમારા કાર્યક્ષેત્રમાં ન આવે
- Advertisement -
જો કે, વિદ્યાર્થીને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી, પરંતુ પુરવણી અગાઉ ક્યાંથી આવી તે તપાસનો વિષય
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની EDASની મિટીંગ ગઈકાલે મળી હતી. જેમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. તબીબ વિદ્યાશાખાની બીએચએમએસની એક કોલેજમાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી પરીક્ષામાં ઘરેથી પુરવણી લઈને આવ્યો હોય તેવી વિગત સામે આવી છે. સિન્ડિકેટ મેમ્બરે જ્યારે પરીક્ષા નિયામકને આ બાબતે પોલીસ કેસ કરવાનું કહેતા પરીક્ષા નિયામકે એવો ઉત્તર આપ્યો કે, આ મારામાં ન આવે તે જે તે કોલેજને કરવાનું હોય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે ઈડીએસીની મિટિંગ મળી હતી જેમાં કુલ 26 વિદ્યાર્થીઓનું પરીક્ષામાં ચોરી, ગેરરીતિ સહિતના મુદ્દે હિયરિંગ રખાયું હતું. તેમાંથી બીએચએમએસ થર્ડ યરનો વિદ્યાર્થી લીંબાસિયા મયૂર બેઠક નં. 30171 ઘેરથી પુરવણી નં. 0042272 લઈને આવ્યો હતો અને પકડાયો હતો. હિયરિંગમાં તેણે સુપરવાઈઝરે પુરવણી આપી હોવાનું કબૂલ્યું હતું. બાદમાં સિન્ડિકેટ સભ્યએ આ પુરવણી ક્યાંથી આવી, કોણે આપી, યુનિવર્સિટી પાસે આનો કોઈ રેકોર્ડ છે કે કેમ તેવા અનેક સવાલો કરતા આખું કૌભાંડ પકડાયું હતું. જો કે આ વિદ્યાર્થીને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી હતી પરંતુ કોલેજોમાં કોણ પુરવણી વિદ્યાર્થીઓને આપે છે તે પણ તપાસનો વિષય બન્યો છે.
સિન્ડિકેટ સભ્યએ કહ્યું આ બાબતે પોલીસ ફરિયાદ થવી જોઈએ
હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીએ પુરવણી સાથે લઈ આવતાની બાબત સામે આવતા સિન્ડિકેટ સભ્યએ ઊઉઅઈ (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠકમાં કહ્યું કે, પોલીસ ફરિયાદ થવી જોઈએ ત્યારે પરીક્ષા નિયામકે એવું કહ્યું કે, આ મારામાં ન આવે જે તે કોલેજમાં આવશે. ત્યારપછી રકઝક કર્યા બાદ કોલેજને શો કોઝ નોટિસ આપવાનું નક્કી કરાયું હતું.
- Advertisement -
1. વિદ્યાર્થી પાસે પરીક્ષાની પુરવણી આવી કઈ રીતે અને તે પણ જે તે બેઠક નંબરની?
2. ઉત્તરવહીમાં જે જવાબ લખાયેલો છે તો તે પ્રશ્ન આવ્યો ક્યાંથી?
3. તો શું પેપરના પ્રશ્નો અગાઉથી જ વિદ્યાર્થી પાસે પહોંચી ગયા?
4. પુરવણી-પ્રશ્નો શૈક્ષણિત સ્ટાફે આપ્યા કે બિનશૈક્ષણિક સ્ટાફે, તપાસનો વિષય?