ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ઇશરાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ, એએસઆઇ વિપુલભાઇ રામસીંગભાઇ, મેરામણભાઇ બીજલભાઇ સહિતના પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. અનીરૂધ્ધસિંહ જયવંતસિંહ,કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇને મળેલ સયુંકત બાતમીના આધારે મોટા કોળીવાડા હનુમાન મંદિર પાસે રોડ પર જાહેરમાં વરલી મટકાના આંકડાઓ લેતા વિજય ઉર્ફે કાનપટ્ટી વિરજીભાઇ ઉર્ફે બોન્ટો ગાવડીયા ઉ.વ.28 ધંધો.મજુરી રહે.વેરાવળ વાળાને રોકડ રૂા.11,690 તથા વરલી જુગારના સાહીત્ય સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.