વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટુ લેન ટનલ દેશને સમર્પિત કરી દીધી છે. પીએમ મોદીએ આ ટનલનો પાયો 2019માં મૂક્યો હતો. લગભગ 825 કરોડના ખર્ચે આ ટનલને બનાવવામાં ચાર વર્ષનો સમય લાગ્યો છે. આ પ્રોજેક્ટમાં બે ટનલ સામેલ છે. ચીનથી ચાલી રહેલા તણાવની વચ્ચે આ ટનલને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.
આ ટનલના કારણે તેજપુરથી તવાંગની મુસાફરીનો સમય એક કલાક ઘટી જશે. ખાસ વાત એ છે કે ટનલની મદદથી દરેક મોસમમાં કનેક્ટિવિટી જળવાઈ રહેશે. સામાન્યરીતે શિયાળામાં ભારે હિમવર્ષાના સમયે સેલા નજીક ઘણા મહિના બંધ રહેતો હતો. સેલા સુરંગ ચીન સરહદ નજીક છે. દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ આ સુરંગ મહત્વની છે. એટલી ઊંચાઈ પર બનાવવામાં આવેલી આ દુનિયાની સૌથી લાંબી ડબલ લેન ટનલ છે. ટનલની ઊંચાઈ 13000 ફૂટ છે.
- Advertisement -
સૈનિકો માટે આ ટનલ ખૂબ લાભદાયી
ચીનની સરહદ પર તૈનાત સૈનિકો માટે આ ટનલ ખૂબ લાભદાયી રહેવાની છે. હિમવર્ષના કારણે બાલીપારા-ચારીદ્વાર-તવાંગ માર્ગ ઘણા મહિના સુધી બંધ રહેતો હતો. દરમિયાન સેનાને પણ અસુવિધાનો સામનો કરવો પડતો હતો. હવે દરેક સીઝનમાં સેનાની અવરજવર પણ થઈ શકશે. પહેલી ટનલ 980 મીટરની છે. બીજી ટનલ 1555 મીટર લાંબી છે. આ ટ્વીન ટ્યૂબ ટનલ છે.
ચીન સરહદ સુધી પહોંચવાનો માર્ગ 10 કિમી ઓછો થઈ જશે
- Advertisement -
ટનલના કારણે તવાંગ દ્વારા ચીન સરહદ સુધી પહોંચવાનો માર્ગ 10 કિમી ઓછો થઈ જશે. આ સિવાય આસામના તેજપુર અને અરુણાચલના તવાંગમાં સેનાના ચારે બાજુ મુખ્યકાર્યાલયની વચ્ચેનું અંતર પણ ઘટી જશે. આ ટનલ એલએસી પર સૈનિકોને ભારે હથિયાર પહોંચાડવા અને તાત્કાલિક મદદ મોકલવામાં મદદ કરશે.
ચીનને આકરો સંદેશ
આ ટનલ અરુણાચલ પ્રદેશના કામેંગ જિલ્લામાં બનેલી છે. ઈમરજન્સી સ્થિતિ માટે ટનલમાં એસ્કેપ ટ્યૂબ પણ લગાવાઈ છે. આ સિવાય સુરંગો વચ્ચે 1200 મીટર રોડ છે. બંને ટનલ સેનાના પશ્ચિમમાં બે હિલ્સથી થઈને પસાર થાય છે. 2019માં આ ટનલના પાયો નાખવામાં આવ્યો પરંતુ કોવિડના કારણે ઉદ્ઘાટનમાં મોડુ થયુ. 1962ના યુદ્ધમાં ચીનના સૈનિક આ વિસ્તારમાં ભારતીય સેનાની સાથે ટકરાયા હતા. ચીને તવાંગ શહેર પર કબ્જો પણ કરી લીધો હતો. દરમિયાન હવે આ ટનલ ચીનને આકરો સંદેશ આપી રહી છે.