વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, દરેક વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવાનો મને ગર્વ છે. તેમજ તેમજ ભારતની માથાદીઠ આવકમાં 165 ટકાનો વધારો થયો છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ વિદેશનાં રાષ્ટ્રપતિઓ, ગર્વનર, વડાઓ સહિત દુનિયાભરનાં ઉદ્યોગપતિઓ પધાર્યા છે. ત્યારે બિઝનેસમેન ગૌતમ અદાણી પણ વાયબ્રન્ટ સમિટમાં ભાગ લીધો હતો. તેમજ તેઓએ જણાવ્યું હતું કે, 2014 થી ભારતની GDP 185 ટકા વધી છે.
- Advertisement -
#WATCH | Vibrant Gujarat Global Summit 2024 | Adani Group Chairperson Gautam Adani says, "… Vibrant Gujarat is a stunning manifestation of your (PM Modi) extraordinary vision. It has all your hallmark signatures, merging grand ambition, massive scale, meticulous governance and… pic.twitter.com/dW0LcRAhhb
— ANI (@ANI) January 10, 2024
- Advertisement -
2014થી ભારતની GDP 185 ટકા વધી: ગૌતમ અદાણી
વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, દરેક વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવાનો મને ગર્વ છે. તેમજ 2014 થી ભારતનો GDP અને કેપિટલ ઈન્કમમાં વધારો થયો છે. ત્યારે સોલાર એનર્જી અને જી-20 નાં કારણે એક બેન્ચ માર્ક સેટ કર્યો છે. હજુ ઘણું બધુ સારૂ થવાનું છે. આગામી 2025 સુધીમાં 55 હજાર કરોડનું રોકાણનાં લક્ષ્યાંકમાંથી 50 હજાર કરોડનું રોકાણ તો થઈ ગયું છે.
5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ થશેઃ ગૌતમ અદાણી
કચ્છનાં ખાવડામાં 30 ગીગા વોટની રિન્યુએબલ એનર્જી બને તે પ્રકારનો પ્લાન્ટ નાંખીશું. તેમજ ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરીશું. તેમાં સોલાર પેનલ, વીન્ડ ટર્બાઈન, કોપર, અને સમિનેટ પ્રોજેક્ટ પર ભાર મુકવામાં આવશે. તેમજ અદાણી દ્વારા ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરાશે. તેમજ ગુજરાતમાં 1 લાખ નવી રોજગારીનું નિર્માણ થશે.