જાગૃતિના મહાઅભિયાનમાં રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન અગ્રેસર
કિશાનપરા ચોકથી આત્મીય કોલેજ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું, જેમાં વિવિધ પોસ્ટરો દ્વારા સારા સ્વાસ્થ્ય માટેના સંદેશા સમાજ સુધી પહોંચાડવામાં આવ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
25મી સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની ઉજવણી રાજકોટ ફાર્માસિસ્ટ એસોસીએશન દ્વારા બાલભવન ગેટ રેસકોસ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા દર્દીઓ સુધી સાચી દવા, સાચા સમયે, સાચી માત્રા માં જરૂરી માર્ગદર્શન સાથે પહોચાડનાર, ઉપરાંત હેલ્થકેર સીસ્ટમમાં નવા રોગો માટે નવી દવાઓ વેકસીનના રીસર્ચ, દવાઓ અને વેશીનનું મેન્યુફેકચરીન્ગ તેમજ પેશન્ટને એન્ટીબાયોટીક દવાઓના સુચારુ ઉપયોગ વિષે યોગ્ય સલાહ અને માહિતી આપી હેલ્થકેર સીસ્ટમના પાયાના ભાગ રૂપે વર્ષોથી ફાર્માસિસ્ટ કામગીરી કરી રહ્યા છે.
આ ઉજવણીના ભાગ રૂપે રાજકોટના રેસકોર્સ ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પ,, વ્યસન મુકિત, હેલ્થ અવેરનેસ રેલીનુ કિશાનપરા ચોકથી આત્મીય કોલેજ સુધી રાજકોટ ફાર્માસીસ્ટ એશોસીએસન, દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આયોજન કરેલ હતો જેમાં નીચે મુજબના સફળતાપૂર્વક કાર્યક્રમ કર્યા હતા.
વિશ્ર્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન (છઙઅ) મહિલા સેલ દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટની સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 1000 પેકેટ સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ યુવતીઓમાં સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો છે.
બી.કે. મોદી ગવર્નમેન્ટ ફાર્મસી કોલેજ-નશીલા પદાર્થો અને તેના દુરુપયોગ અંગે જાગૃતિ કાર્યક્રમ. નશાની આદતથી થતા શારીરિક, માનસિક અને સામાજિક દોષપ્રભાવો અંગે માર્ગદર્શન આપવામાં આવી હતી.
આત્મિય યુનિવર્સિટી- દવાઓ નિયમિત રીતે લેવાની આદત Drug Adherence) અંગે જાગૃતિ. ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા દીર્ઘકાલીન રોગોમાં દવા નિયમિત લેવાની અગત્યતા સમજાવી હતી
TFGP – મફત આરોગ્ય ચકાસણી કેમ્પ. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરીને જીવનશૈલી સુધારણા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) – ડેન્ગ્યુ અને મલેરિયા નિયંત્રણ અંગે અભિયાન. મચ્છરજન્ય રોગોથી બચવા સ્વચ્છતા અને સમયસર સારવારની અગત્યતાની સમજણ આપી હતી.
એચ. એન. શુક્લા કોલેજ – કેન્સર પ્રતિકાર અને નિયંત્રણ અંગે જાગૃતિ. ધૂમ્રપાન, આલ્કોહોલ અને અસ્વસ્થ ખોરાકના જોખમો વિશે માહિતગાર કર્યા હતા.
આર. કે. યુનિવર્સિટી – બીએમઆઈ માપન, હાયપરટેન્શન ચકાસણી અને પેશન્ટ કેર જાગૃતિ. સ્થૂલતા, હૃદયરોગ તથા જીવનશૈલી સુધારણા અંગે માર્ગદર્શન આપવા મા આવેલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – ડાયાબિટીસ અંગે જાગૃતિ. કારણો, લક્ષણો તથા બ્લડ શુગરની નિયમિત તપાસની અગત્યતા પર ભાર મુકવામાં આવ્યો હતો.
મારવાડી યુનિવર્સિટી – દવાઓના જવાબદાર ઉપયોગ (છફશિંજ્ઞક્ષફહ ઞતય જ્ઞર ઉિીલત) અંગે જાગૃતિ. સ્વ-ધ્વાના જોખમો અને એન્ટિબાયોટિક્સના દુરુપયોગના પરિણામો સમજાવવામાં આવેલ.
આર. ડી. ગાર્ડી કોલેજ – સ્માર્ટ હેલ્થ એપ્લિકેશન અને વ્યક્તિગત આરોગ્ય કાળજી અંગે જાગૃતિ. મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા ફિટનેસ, ચકાસણી અને દવાનો સમયસર ઉપયોગ કેવી રીતે કરી શકાય.
આ તબક્કે આપણા રાજકોટના પ્રથમ નાગરિક નયનાબેન પેઢળિયા રાજ્યસભાના સાંસદ લોકલાડીલા રામભાઈ મોકરીયા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ શ્રી ભાર્ગવ સિંહ જનકાત ઉપસ્થિત રહ્યા હતા અને તમામ કોલેજ રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનને બિરદાવીને આ પ્રકારના કાર્યક્રમો વારંવાર કરીને લોકોમાં જાગૃતતા લાવવા માટેના ભાવપૂર્ણ અપીલ કરેલ.
રાજકોટ બાલભવન ગેટથી મોટી ટાંકી ચોક કાલાવડ રોડ અંદર બ્રિજ કોટેચા ચોક યુનિવર્સિટી રોડ થી આત્મીય કોલેજ સુધી અલગ અલગ પ્રકારના સારા સ્વાસ્થ્ય માટેના પોસ્ટરો સાથે બાઈક રેલી હું આયોજન કરેલ હતું જે સમાજમાં ખૂબ ઉપયોગી થયું હતું
રાજકોટ ખાતેના રેસકોર્સ રીંગ રોડ પર બાલભવન ની નજીક જુદી-જુદી ફાર્મસી સંસ્થાઓએ તેમના વિદ્યાર્થીઓ પ્રોફેસરો તથા ફાર્મસીસ્ટઓ દ્વારા સ્ટોલ ઉભા કરી લોકોમાં દવાઓ વિશે સાચી જાણકારી તેમજ આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા એક અનોખી રીતે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન તથા ફાર્મસી પ્રોફેશન સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓએ ભારે જહેમત ઉઠાવ ને આ કાર્યક્રમ ને રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનને તમામ કોલેજ અને ફાર્મસિસ્ટની એકતા પર ભાર મૂકી આભાર પ્રગટ કર્યો હતો